નિવૃત્ત આર્મી જવાને પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો
સાળાના પુત્રના લગ્નમાં યુ.પી.થી વડોદરા આવ્યા હતા
વડોદરા,સાળાના પુત્રના લગ્નમાં યુ.પી.થી વડોદરા આવેલા નિવૃત્ત આર્મી મેને ટાવરના પાંચમા માળેથી નીચે ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતું.જે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉત્તરપ્રદેશના એટા જિલ્લામાં રહેતા મહુવા ખેડા ગામમાં રહેતા ૬૭ વર્ષના વિજેન્દ્રસીંગ મહાવીરસીંગ રાઠોડ નિવૃત્ત આર્મી જવાન છે. તેઓના સાળા સર્વેશ ચૌહાણ વડોદરામાં આજવા ચોકડી પાસે કાન્હા સિટિમાં રહે છે. સર્વેશ ચૌહાણના પુત્રનું લગ્ન હોઇ વિજેન્દ્રસીંગ યુ.પી.થી વડોદરા આવ્યા હતા. ગઈકાલે રાતે પોણા એક વાગ્યે તેમણે કાન્હા સિટિના જે ટાવર પરથી નીચે પડતું મૂકી દેતા રોડ પર પટકાયા હતા. માથાના ભાગે ગંભીર ઇજા થતા તેઓનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, વિજેન્દ્રસીંગને ગેસની તકલીફ હતી. તેના કારણે જ તેમણે અંતિમ પગલું ભર્યુ હોવાની શક્યતા છે.