દાહોદ શહેરમાં રખડતા પશુઓની સમસ્યાના નિરાકરણ માટે રેલી યોજી
દાહોદ : દાહોદ શહેરમાં થોડા દિવસ અગાઉ સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ ચોકમાં એક વૃદ્ધને રખડતાં પશુએ અડફેટે લેતા મોત નીપજ્યુ હતુ. આ ઘટનાને લઇ વ્હોરા સમાજ અને અન્ય લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
આજે જાગૃત નાગરિક સંગઠન દ્વારા શહેરમાં રખડતા ઢોરોને પકડવા માટે અને સાથે યોગ્ય કામગીરી કરવા માટે એક રેલી કાઢી હતી. રેલી શહેરના સિધ્ધરાજ જયસિહ છાબ તળાવથી કાઢવામાં આવેલી રેલી પાલિકા ચોક પહોચી હતી અને પાલિકાના ચીફ ઓફિસર તે બાદ દાહોદ મામલતદારને આવેદન આપી શહેરની આ સમસ્યાનુ નિરાકરણ લાવવા માંગ કરી હતી. આજે તા.૨ ના રોજ સવારે એક રેલી શહેરના સિધ્ધરાજ જયસિહ તળાવથી કાઢી હતી. આ રેલી માણેક ચોક અને ત્યાથી દાહોદ નગર પાલિકા પહોચી હતી અને અહીયા ચીફ ઓફિસરને આવેદન આપી આ સમસ્યાના ઉકેલ માટે માંગ કરી હતી.