આણંદમાં અશાંત ધારો ફરી લાગુ કરવા રેલી યોજી આવેદનપત્ર
- જિલ્લા કલેક્ટર, પોલીસ વડાને રજૂઆત
- 5 વર્ષ માટે લાગુ કરાયેલા અશાંત ધારાની મુદ્દત પૂરી થવાની તૈયારી હોવાથી રજૂઆત કરાઇ
આણંદ શહેરમાં ગુજરાતી ચોક પોસ્ટ ઓફિસ, લાંભવેલ રોડ, રેલવે સ્ટેશન સામેનો વિસ્તાર, ઇન્દિરા સ્ટેચ્યૂ થી ગ્રીડ ચોકડી, ટાઉન હોલ, પંચાલ હોલ, એચ.એમ. પટેલ સ્ટેચ્યૂ, મોતીકાકા ચાલી પાસેનો વિસ્તાર, અમૂલ ડેરી રોડ, નરીમાન કોમ્પ્લેક્સ તથા જૈન ઉપાશ્રય નજીકના વિસ્તાર, નવા બસ સ્ટેન્ડથી સી.પી. કોલેજ સહિતના વિસ્તારમાં વર્ષ ૨૦૨૦માં પાંચ વર્ષ માટે અશાંત ધારો લાગુ કરાયો હતો. જેની મુદ્દત પૂર્ણ થવા આવી છે. આણંદ કચ્છી પ્રજાપતિ સમાજ સહિતના સમાજના આગેવાનો દ્વારા આણંદના લોટીયા ભાગોળના મહારાણા પ્રતાપ ચોકથી રેલી યોજી હતી. મોટી સંખ્યામાં લોકો હાથમાં અશાંત ધારો ફરી લાગુ પાડવાના બેનરો સાથે રેલીમાં જોડાયા હતા. તેમજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું.