Get The App

હરણી વારસિયા રીંગ રોડની હોટલમાં ચાલતા કૂટણખાના પર દરોડો

છ કોલગર્લ મળી આવી : હોટલના બે ભાગીદારો તથા મેનેજર વોન્ટેડ

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
હરણી વારસિયા રીંગ રોડની હોટલમાં ચાલતા કૂટણખાના  પર  દરોડો 1 - image

વડોદરા,હરણી વારસિયા રીંગ રોડ પર આવેલી હોટલમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડો પાડીને બે ગ્રાહકોને રંગેહાથ ઝડપી પાડયા હતા. જ્યારે કૂટણખાનુ ચલાવતા હોટલના માલિક તથા મેનેજરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. 

વારસિયા પોલીસને માહિતી મળી હતી કે, હરણી વારસિયા રીંગ રોડ પર  બેન્કર  હોસ્પિટલની પાછળ આવેલ શ્રીજી વિન્ડ ટાવર બી માં એચ.કે. વિલા હોટલમાં કૂટણખાનુ ચાલે છે.  હોટલના ભાગીદારો મિનેશ જગદીશભાઇ ઠક્કર તથા રોનક યુવતીઓનો સંપર્ક કરી હોટલ પર બોલાવી હોટલમાં રાખી દેહ વ્યાપરનો ધંધો કરાવે છે. કોલગર્લને ગ્રાહક દીઠ અઢી થી ત્રણ હજાર આપતા હતા. આરોપીઓ ગ્રાહકોને કોલગર્લના ફોટા વોટ્સએપ પર મોકલતા હતા. તે ફોટાના આધારે ભાવતાલ નક્કી કરી હોટલ  પર બોલાવતા હતા. જેથી, ડીસીપી પન્ના મોમાયા તથા એ.સી.પી. એમ.પી.ભોજાણીની સૂચના મુજબ, પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી. હોટલની રૃમમાંથી બે ગ્રાહકો જીતેન્દ્રસીંગ મહેન્દ્રસીંગ ઝીયોન્ટ (રહે. વ્રજધામ સોસાયટી, માણેજા) તથા સૂરજસીંગ સુરજીતસીંગ કંબોજ (રહે. કિર્તન નગર સોસાયટી, વારસિયા રીંગરોડ) ને ઝડપી પાડયા હતા. જ્યારે મિનેષ ઠક્કર, રોનક તથા મેનેજર રમેશ પટેલને વોન્ટેડ જાહેર  કરવામાં આવ્યા  છે. જ્યારે છ કોલગર્લ મળી આવી હતી.


Google NewsGoogle News