જામનગરમાં વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગરે કારના ચોર ખાનામાં જથ્થો સંતાડ્યો
Liquor seized in Jamnagar: જામનગરમાં એલસીબીની ટીમે વિદેશી દારૂ સાથે એક બુટલેગરને ઝડપી લીધો હતો. આ બુટલેગર ધ્રોળના સોયલ ટોલનાકા પાસેથી કારમાં દારૂનો જથ્થો છુપાવીને જામનગરમાં ઘુસાડવાનો હતો. પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી આ કારચાલકને પકડી પાડ્યો હતો. કારની પાછળની સીટમાં બનાવેલા ચોર ખાનામાંથી વિદેશી દારૂની 78 બોટલનો જથ્થો કબજે કર્યો હતો.
જામનગરના શાંતિનગરમા રહેતા બુટલેગર રવિરાજસિંહ જાડેજા કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાજકોટથી જામનગર લાવી રહ્યો હતો. આ અંગેની ચોક્કસ બાતના આધારે શનિવારે (11મી જાન્યુઆરી) સાંજે ધ્રોળના સોયલ ટોલનાકા નજીક પોલીસે વોચ ગોઠવી હતી. ત્યાંથી કાર પસાર થતાં તેને અટકાવીને તપાસ કરી હતી. કારમાંથી વિદેશી દારૂની 78 બોટલ મળી આવી હતી. પોલીસે કાર તેમજ મોબાઇલ ફોન સહિત રવિરાજસિંહ જાડેજાની અટકાયત કરી હતી અને દારૂ બંધી ભંગ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથી ધરી હતી.