જામનગરમાં કારમાંથી લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો, એક શખ્સની અટકાયત
Jamnagar Liquor Case : જામનગરમાં દિગ્જામ સર્કલ પાસેથી ગઈ રાત્રે એક કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો એલ.સી.બી. ની ટુકડીએ પકડી પાડ્યો છે, અને એક શખ્સની અટકાયત કરી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે મૂળ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામનો વતની અને હાલ જામનગરમાં વામ્બે આવાસ વિસ્તારમાં રહેતો મહેશ ઉર્ફે મઇલો વારોતરિયા નામનો શખ્સ ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહ્યો છે, તેવી બાતમીના આધારે દિગજામ સર્કલ પાસે વોચ ગોઠવી હતી.
જે દરમિયાન ઉપરોક્ત શખ્સ રાજકોટ પાસિંગની જી.જે. 03 એલ.જી. 3330 નંબરની કાર લઈને પસાર થતાં પોલીસે તેને આંતરી લીધી હતી, અને તલાસી લેતાં કારમાંથી 20 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી મળી આવી હતી.
આથી પોલીસે રૂપિયા 8,000 ની કિંમતનો ઇંગ્લિશ દારૂ, અને રૂપિયા બે લાખની કિંમતની કાર સહિતની માલમતા સાથે આરોપી મહેશ ઉર્ફે મઇલા વારોતરીયાની અટકાયત કરી લીધી છે.