Get The App

ગાંધીધામનાં વેપારી સાથે પંજાબનાં દંપતીએ 64.86 લાખની ઠગાઇ આચરી

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
ગાંધીધામનાં વેપારી સાથે પંજાબનાં દંપતીએ 64.86 લાખની ઠગાઇ આચરી 1 - image


- ત્રણ વર્ષનું કોન્ટ્રાકટ અપાવી વિશ્વાસમાં લીધું   

- પંજાબનાં દંપતીએ પાંચ મહિના કામ કરાવી 

- હોસ્પિટલમાં વ્યવસાય અપાવવાનું કહી અલગ અલગ ટ્રાન્જેકશન મારફતે રૂપિયા પડાવી લીધા  

ગાંધીધામ: ગાંધીધામ રહેતા વેપારીને પંજાબનાં દંપતીએ ધંધામાં ૬૪.૮૬ લાખ પડાવી ચુનો ચોપડવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.વેપારીને મુંબઈની હોસ્પિટલમાં કોન્ટ્રાકટ પર કામ અપાવવાનું કહી તેમના પાસે અલગ અલગ ટ્રાન્જેકશન મારફતે કુલ ૬૮.૯૫ લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ વેપારીનાં નામનું મુંબઈની એક હોસ્પિટલમાં ફુડ અને  બેવરેજીસનો ત્રણ વર્ષનું કોન્ટ્રાકટ અપાવી વેપારી પાસે પાંચ મહિના કામ કરાવી ધંધામાં પ્રોફિટ પેટે ફક્ત ૪.૧૦ લાખ રૂપિયા ચૂકવી બાકીનાં રૂપિયા પંજાબનાં દંપતીએ ચાઉં કરી લેતા તેમના વિરુદ્ધ ઠગાઇનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે. 

ગાંધીધામનાં વોર્ડ નં.૧૨-બી હરીકૃપા કોમ્પલેક્ષમાં  રહેતા ગુરબિંદરસીંગ રામસિંગ સંધુએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, આરોપીઓ પંજાબના મોહાલીમાં રહેતા બીટુ શ્યામલાલ ઉર્ફે બોબીસીંગ અને તેમની પત્ની રમનકુમાર બીટુ એમએસ રેડબીન હોસ્પિટાલીટી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે જેઓ શહેરોમાં મોટી હોસ્પિટલોમાં ફૂડ અને બેવરેજીસનો કામ કોન્ટ્રાકટ પર રાખે છે. સોશિયલ મીડિયામાં તેમની કંપનીની એડ જોઈ ફરિયાદીએ આરોપી બીટુ શ્યામલાલ ઉર્ફે બોબીસીંગ અને તેમની પત્નીનો સંપર્ક કર્યો હતો. જેમાં આરોપી બોબીસિંગ નવેમ્બર ૨૦૨૩માં ફરિયાદીને મળવા પંજાબથી ગાંધીધામ આવ્યો હતો અને ફરિયાદીને મુંબઈની એક મોટી હોસ્પિટલમાં મહિને પાંચ લાખ રૂપિયા કમાવવાની લાલચ આપી હોસ્પિટલમાં ફુડ અને બેવરેજીસનો ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ અપાવવાનું કહી વિશ્વાસમાં લઇ ફરિયાદી પાસે ગત ૨૨ જાન્યુઆરી ૨૦૨૪નાં પ્રથમ રોકડા ૨૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ ૨ એપ્રિલ ૨૦૨૪નાં રૂ. ૧૮,૯૬,૯૬૬ આરટીજીએસ મારફતે પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા અને આરોપી બોબીસીંગે મુંબઈની એક ગ્લોબલ હોસ્પિટલ અને ફરિયાદીને તેમના નામનું ત્રણ વર્ષનું એગ્રીમેન્ટ કરાવી આપ્યું હતુ. જેમાં ફરિયાદીએ આરોપીને કામ ચાલું કરાવવા માટે વધુ બે - બે લાખનાં બે અલગ અલગ ચેક અને વેન્ડરસને બેંક દ્વારા રૂ. ૧૭,૫૦,૦૦૦ ટ્રાન્સફર કરાવી અને સ્ટાફને પગાર ચૂકવવા રોકડા રૂ. ૭,૫૦,૦૦૦ સહીત કુલ રૂ. ૬૮,૯૫,૯૬૬ આપી દીધા હતા. મુંબઈનાં ગ્લોબલ હોસ્પિટલમાં ગત ૨૫ જાન્યુઆરી ૨૦૨૪ થી ૩૦ જુન ૨૦૩૪ દરમિયાન પાંચ મહિનાં કામ ચાલ્યો હતો જેમાં આરોપીએ ફરિયાદીને માત્ર પ્રોફિટ પેટે કુલ ૪.૧૦ લાખ રૂપિયા પરત આપી અને બાકીના કુલ રૂ. ૬૪,૮૫,૯૬૬ ફરિયાદીને પરત ન આપી તેના સાથે છેતરપિંડી આચરી હતી. જેથી ફરિયાદીએ બે આરોપી પતિ - પત્ની વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 



Google NewsGoogle News