જામનગરમાં ઇવા પાર્ક વિસ્તારમાં રહેતા યુવાનનું બાઈક ચોરાયું હોવાની પોલીસ ફરીયાદ
જામનગરમાં ઇવા પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા જીગરભાઈ વિનોદભાઈ નામના ૩૪ વર્ષના યુવાને પોતાનું બાઈક ખંભાળીયા બાયપાસ ચોકડી પાસે પાર્ક કર્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો બાઈક ઉઠાવી ગયા હતા.
જે વાહન ચોરી ના બનાવ અંગે જીગર વિનોદભાઈએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.