ગણદેવીના એંધલ ગામની હદમાં વાંગરી પાટીયા પાસે અજાણ્યા વાહન અડફેટમાં રાહદારીનું મોત
Image: X
ગણદેવી નજીક આવેલા એંધલ ગામની હદમાં વાંગરી પાટીયા પાસે હોટલ રોયલ દરબાર સામે નેહા નં ૪૮ પર અમદાવાદ થી મુંબઈ જતા ટ્રેક ઉપર બેફામ દોડતા અજાણ્યા વાહન ચાલકે રસ્તે ચાલતાં અજાણ્યા ૩૫ વર્ષીય રાહદારી યુવાનને અડફેટમાં લેતા ઘટના સ્થળે અરેરાટી ભર્યું મોત નિપજયુ હતું.અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. મરનાર અજાણ્યો યુવાન શરીરે મધ્યમ બાંધો ઘઉં વર્ણ અને સાડા પાંચ ફૂટ જેટલી ઉંચાઈ ધરાવે છે. તેમજ શરીરે ગ્રે કલર નું જેકેટ અને કાળા રંગનો પેન્ટ પહેરેલ છે.
આ બનાવ અંગે ગણદેવી પોલીસમાં ભયંક રણજીત રાય દેસાઈ (રહે એંધલ ગામ, દેસાઈ વાડ તા.ગણદેવી) એ અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અજાણ્યા મૃતકના વાળી વારસોને ગણદેવી પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.