Get The App

હળવદના માનસર ગામે પિતરાઇ ભાઈ-બહેનનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
હળવદના માનસર ગામે પિતરાઇ ભાઈ-બહેનનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત 1 - image


પ્રેમસંબંધમાં સમાજ એક નહીં થવા દે તેવા ડરના કારણે પગલું વાડીમાં વીજપોલ સાથે દુપટ્ટો બાંધીને જીવન ટુંકાવ્યું   

હળવદ, : હળવદ તાલુકાના માનસર ગામે સગા કાકા-બાપાના ભાઇ- બહેને સજોડે આપઘાત કર્યો હતો.  બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોઇ પણ પિતરાઇ ભાઈ-બહેન થતા હોવાના કારણે સમાજ એક નહિ થવા દે તેવા ડરથી સજોડે વીજ પોલ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈને આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી છે.

 હળવદ તાલુકાના માનસર ગામે પિતરાઇ ભાઈ-બહેને સમાજ એક નહિ થવા દે તેવા ડરથી સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી  હતી. મૂળ છોટા ઉદેપુરના વતની અને હાલ માનસર ગામે રહેતા આરતી નવલભાઈ તડવી (ઉ.વ.20) અને સંજય કનુભાઈ તડવી (ઉ.વ. 23) એ બંને સગા કાકા-બાપાના ભાઈ-બહેન થતા હોય અને બંને વચ્ચે પ્રેમસંબંધ હોય પરંતુ સમાજ એક નહિ થવા દે તેવા ભયથી બંને ૨ દિવસ પૂર્વે ઘરેથી નીકળી ગયા હતા.

બાદમાં માનસર નજીક વાડી વિસ્તારમાં વીજપોલ સાથે બન્નેના લટકતા મૃતદેહો મળી આવ્યા હતા. ભાઈ-બહેને પ્રેમ સંબંધમાં સજોડે આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી  જવા પામી હતી. ઘટનાની જાણ થતા હળવદ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ બંને કુટુંબીજનો હોસ્પિટલે આવી પહોંચતા પ્રેમી યુગલ  સંબંધમાં સગા કાકા-ભાઇજીના ભાઈ બેન  હોવાનું સામે આવ્યું હતું. આગળની વધુ તપાસ હળવદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.



Google NewsGoogle News