Get The App

રાજકોટમાં આવકનો નવો વિક્રમ સર્જાયો, આવતા વર્ષે પણ ડુંગળીનો મબલખ પાક

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
રાજકોટમાં આવકનો નવો વિક્રમ સર્જાયો, આવતા વર્ષે પણ ડુંગળીનો મબલખ પાક 1 - image


રાજ્યમાં ગત વર્ષે ૨૨.૪૬ લાખ ટન (૧૧.૨૩ કરોડ મણ)નો મબલખ પાક

યાર્ડમાં એક દિવસમાં ૪૫ લાખ કિલો ડુંગળી ઠલવાઈ,ભાવમાં ઘટાડો, આ વર્ષે માત્ર રવી ઋતુમાં ૮૨,૨૩૮ હે.,ગત બે સીઝનથી વધુ વાવણી

રાજકોટ :  સૌરાષ્ટ્રભરમાં માર્કેટ યાર્ડોમાં ડુંગળીના ઢગલા થઈ રહ્યા છે અને ભાવમાં ઘટાડાનું વલણ શરુ થયું છે. પરંતુ, ગત વર્ષે મબલખ પાક થયો હોય આજે રાજકોટમાં ડુંગળીની આવકનો નવો વિક્રમ સર્જાયો છે.  એક જ દિવસમાં જુના માર્કેટ યાર્ડમાં ૪૫ લાખ કિલો  એટલે કે ૨,૨૫,૦૦૦ મણ ડુંગળીની આવક નોંધાઈ હતી. તો બીજી તરફ આ વર્ષે ડુંગળીનું ધૂમ વાવેતર જોતા જો અનુકૂળ મૌસમ રહે તો આવતાવર્ષે પણ ડુંગળીનો મબલખ પાક થવાની ધારણા છે.રાજ્યમાં ૮૫થી ૯૦ ટકા ડુંગળીનો પાક સૌરાષ્ટ્રમાં લેવાય છે.

યાર્ડમાં ડુંગળીનો ભાવ સપ્તાહ પહેલા ખેડૂતોને ગત તા.૧૪ ડિસેમ્બર સુધી પ્રતિ ૨૦ કિલોના રૃ।.૧૧૦થી ૬૩૦ સુધી મળતા હતા જે હવે ઘટીને પ્રતિ મણ રૃ।.૯૦થી ૩૩૦  સુધી નીચે ઉતર્યા છે. જો કે ડુંગળીના ભાવ તેની ગુણવત્તા પ્રમાણે નક્કી થતા હોય છે પરંતુ, મહત્તમ ભાવ હવે ઘટીને અર્ધા થઈ ગયા છે.

આવકની તીવ્રતા એટલી હતી કે ગઈકાલથી શરુ થયેલી ડુંગળીની આવકને યાર્ડમાં ઉતારતા આજે પરોઢ થઈ ગયું હતું. આર.ટી.ઓ. પાસે આવેલા માર્કેટ યાર્ડના અમદાવાદ તરફના રોડ બાજુ સેંકડો વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ દ્રશ્યો દર ત્રણ-ચાર દિવસે સર્જાતા હોય છે અને રાજકોટ આજુબાજુ વાહનોની લાબી કતારો લાગે છે.

બીજી તરફ, આ વર્ષે સીઝનના આરંભે ડુંગળીના ભાવ ગત વર્ષથી સારા મળતા અને બાદમાં જળવાઈ રહેતા ગુજરાતમાં ઈ.સ.૨૦૨૩-૨૪ દરમિયાન રવી અને ખરીફ એમ બે સીઝનમાં કૂલ ૮૦ હજાર હેક્ટરમાં ડુંગળીનો પાક લેવાયો હતો અને ૨૨.૪૬ લાખ ટનનું એટલે કે ૧૧.૨૩ કરોડ મણનું ઉત્પાદન થયું હતું. આ વર્ષે આજ તા.૨૩ ડિસેમ્બર સુધીમાં જ માત્ર રવી ઋતુનું જ વાવેતર ૮૨,૨૩૮ હેક્ટરમાં થયું છે. હજુ વાવણીની સીઝન જારી છે.


Google NewsGoogle News