Get The App

વડોદરામાં ફેમિલી ફિઝિશિયનની નેશનલ કોન્ફરન્સ યોજાશે

દેશભરમાંથી ૫૦૦ ડોક્ટરો ભાગ લેશે : પ મી તારીખે વોકેથોનનું આયોજન

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
વડોદરામાં ફેમિલી ફિઝિશિયનની નેશનલ કોન્ફરન્સ યોજાશે 1 - image

વડોદરા,વડોદરામાં ફેમિલી ફિઝિશિયની નેશનલ કોન્ફરન્સનું આયોજન આગામી ૪ અને પ તારીખે કરવામાં આવશે. જેમાં દેશભરમાંથી ૫૦૦ જેટલા ડોક્ટરો ભાગ લેશે.

ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા તા. ૪ અને પ ના રોજ નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.આ કોન્ફરન્સમાં દેશભરમાંથી ડોક્ટરો ભાગ લેશે. આ કોન્ફરન્સનો મુખ્ય થીમ ફેમિલી ફિઝિશિયન ઃ હાર્ટ ઓફ ધ હેલ્થ કેર છે. એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ દરમિયાન ફેમિલી મેડિસનને લગતા વિવિધ વિષયોને આવરી લેવાશે. દર્દીની સારવાર અને પાયાની સ્વાસ્થ્ય સુવિધા દરેક વર્ગને મળી શકે. તે અંગે ચર્ચા કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં અંગદાન, પ્રિવેન્શન માટે એડલ્ટ વેક્સિનેશન, ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, કિડની, શ્વાસ,   હૃદય રોદ, વાસ્ક્યુલર સર્જરી અને ગેસ્ટ્રોલોજીને લગતા વિષયોની પણ ચર્ચા થશે. ફેમિલી પ્રેક્ટિસના યુગ કેવા હશે અને કયા પડકારો હશે તેના પર નિષ્ણાંત ડોક્ટરો  ચર્ચા કરશે.

એસોસિએશન દ્વારા આગામી ચાર મહિનામાં ૫૦૦ મહિલાના સ્તન  પરિક્ષણનો કાર્યક્રમ  પણ લોન્ચ કરવામાં આવશે. વધુમાં, આગામી પ મી તારીખે એક વોકેથોનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News