16 વર્ષ પહેલા રૃા.2 હજારની લાંચ લેનાર મ્યુનિ.ના ક્લાર્કને એક વર્ષની કેદ
લિંબાયત ઝોનના અબ્દુલસત્તાર જરીવાલાએ ગુમાસ્તાધારાના લાઇસન્સ માટે લાંચ લીધી હતી ઃ સહઆરોપી અન્ય ક્લાર્ક નિર્દોેષ ઠેરવાયો
લિંબાયત ઝોનના અબ્દુલસત્તાર જરીવાલાએ ગુમાસ્તાધારાના લાઇસન્સ માટે લાંચ લીધી હતી ઃ સહઆરોપી અન્ય ક્લાર્ક નિર્દોેષ ઠેરવાયો
આજથી
16
વર્ષ પહેલાં ગુમાસ્તાધારાના લાયસન્સ માટે ફરિયાદી દુકાનદાર પાસે 2 હજારની લાંચ લેતાં એસીબીના છટકામાં ઝડપાયેલા સુરત મહાનગર પાલિકાના
લિંબાયત ઝોનના બે ક્લાર્ક પૈકી એક આરોપીને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ
સેશન્સ જજ અમિતકુમાર એન.દવેએ પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટની સેકશન-7 તથા 13(2)ના ગુનામાં દોષી
ઠેરવી એક વર્ષની કેદ,રૃ.2 હજાર દંડ ન
ભરે તો વધુ એક વર્ષની કેદ તથા સહઆરોપીને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવી છોડી મુકવા
હુકમ કર્યો છે.
સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલી ફરિયાદીની અનાજ-કરિયાણા તથા પ્રોવિઝન સ્ટોર્સની દુકાનમાં ઠંડા પીણા-આઈસ્ક્રીમનું વેચાણ કરવા માટે ગુમાસ્તાધારાનું લાયસન્સ મેળવવા અરજી કરી હતી.જેથી ગુમાસ્તાધારા-વ્યવસાય વેરાની કચેરીના આરોપી કલાર્ક અબ્દુલસત્તાર અબ્દુલકરીમ સત્તાર જરીવાલા(રે.રૃસ્તમપુરા મોમનાવાડ) તથા સહઆરોપી કલાર્ક ઈશ્વરસિંહ પ્રભાતસિંહ દેસાઈ(રે.ખોજપારડી,તા.બારડોલી)એ રૃ.2 હજારની લાંચ માંગી હતી.જેથી ફરિયાદી દુકાનદારે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી એસીબીએ ગઈ તા. 8-9-2008ના રોજ ગુમાસ્તાધારા કચેરીમાં ગોઠવેલા લાંચના છટકામાં આરોપીઓ ફરિયાદીને રૃ.100 પરત આપી રૃ.1900ની લાંચ લેતાં રંગે હાથે ઝડપાઈ ગયા હતા.
જેથી એસીબીએ બંને આરોપી કલાર્કની પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની સેકશન-7,12,13(1(્ડી) તથા 13(2)ના હેઠળ ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.આજરોજ 16 વર્ષ જુના લાંચ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આરોપીઓના બચાવપક્ષે મુખ્યત્વે ફરિયાદપક્ષે લાંચની ટ્રેપ દરમિયાન માંગણી કર્યાનું શંકા રહિત સાબિત કર્યું નથી.લાંચના નાણાં આરોપીઆએે સ્વૈચ્છિક સ્વીકાર્યા હોવાનું સાબિત થયું નથી.એસીબીની તપાસમાં ખામી તથા અપ્રમાણિક જણાય છે.લાંચના નાણાં આરોપીઓના કબજામાંથી નહીં ટેબલમાંથી મળ્યા છે.ફરિયાદી પાસેથી લીધેલા નાણાં પ્રોફેશ્નલ ટેક્ષના છે લાંચના નહીં.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલે કુલ સાત સાક્ષી તથા 20 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. ફરિયાદીએ પ્રોસિક્યુશનના કેસને સમર્થન આપ્યું છે.
આરોપીઓના બચાવપક્ષ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની સેકશન-20નું ખંડન કરવામાં નિષ્ફળ રહ્યા છે.જેથી બંને પક્ષોની દલીલો તથા રેકર્ડ પરના પુરાવાને લક્ષમાં લઈ કોર્ટે આરોપી અબ્દુલ સત્તાર અબ્દુલ કરીમ જરીવાલાને દોષી ઠેરવ્યો હતો.જ્યારે આરોપી ઈશ્વરસિંહ દેસાઈ વિરુદ્ધનો કેસ શંકા રહિત સાબિત કરવામાં ફરિયાદપક્ષ નિષ્ફળ રહેતા આરોપીના બચાવપક્ષે એડવોકેટ મિનેશ ધનસુખભાઈ ઝવેરીની રજુઆતોને માન્ય રાખી કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.