કોર્ટ સંકુલમાં સાજન ભરવાડ પર હુમલો કરવા ટોળું ધસી ગયું
ટીઆરબીની વિરુધ્ધ અને તરફેણમાં સૂત્રોચ્ચાર
- ભીડથી છલકાયેલો કોર્ટ સંકુલમાં ધક્કામુક્કીના દ્રશ્યો : પોલીસની સમયસૂચકતાથી મોટું ઘર્ષણ ટળ્યું
સુરત
ટીઆરબી જવાન સાજન ભરવાડને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજુ કરતા અફરાતફરી, ધક્કામુક્કીનો દશ્યો જોવા મળ્યા હતા. ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે રજુ કરેલા સાજન ભરવાડને પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા.
લસકાણા પોલીસ ચોકીથી ૫૦ મીટર દૂર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે પ્રાઇવેટ રીક્ષામાં બે પોલીસ કર્મચારી બહાર રોડ પર અને ચાર વ્યકિત યુનિર્ફોમ વિના વાહન ચાલકોને રોકી રીક્ષામાં બેસાડી પૈસાની ઉઘરાણી કરે છે. તે વાતને લઇને એડવોકેટ મેહુલ બોધરા ફેસબુક લાઇવ કરતા પોલીસ જવાનો નિકળી ગયા હતા. પરંતુ ટીઆરબી જવાન સાજન ભરવાડે મેહુલ પર હુમલો કરતા લોહીલુહાણ થઇ ગયો હતો.
આ બનાવ અંગે સાજન ભરવાડની અટકાયત થયા બાદ આજે કોર્ટમાં રજુ કરતી વખતે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ વાનમાંથી જેવા નીચે ઉર્તયા કે તુરંત જ મોટુ ટોળુ સાજન પર હુમલો કરવા માટે તુટી પડયુ હતુ. પરંતુ પોલીસની સમયસુચકતાના કારણે ઘર્ષણ થતા અટકયુ હતુ. આ સાથે જ આખુ કોર્ટ સંકુલ ભીડથી ઉભરાઇ ગયુ હતુ. અને સાજન ભરવાડની તરફેણમાં અને વિરોધમાં પણ સુત્રોચ્ચાર થયા હતા. આજે સાજન ભરવાડને કોર્ટમાં રજુ કરતી વખતે ધક્કા મુક્કી મારા મારી, અફરાતફરીના દશ્યો જોવા મળ્યા હતા. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને સાજન ભરવાડના પાંચ દિવસના રિમાન્ડ નો હુકમ કર્યો હતો.
બાર કાઉન્સીલ તરફથી સાજન ભરવાડ તરફે કોઇ વકીલ હાજર ના રહેતા મુંબઇથી વકીલ આવ્યા હતા
બાર
કાઉન્સીલ દ્વારા વકીલો પર હુમલા થાય તો કોઇ વકીલે આરોપી તરફે કેસ લડવો નહીં. એવો
ઠરાવ કર્યો હતો. અને આ ઠરાવને ગુજરાત બાર કાઉન્સીલે પણ સર્મથન કર્યુ હોવાથી આજે
જયારે સાજન ભરવાડને કોર્ટમાં રજુ કર્યો ત્યારે તેનો કેસ લડવા માટે મુંબઇ થી વકીલ
આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.