રણોલી પેટ્રોલ પંપના પાર્કિંગ પાસેથી 11 લાખનો દારૂ ભરેલું મિક્સર મશીન પકડાયું
વડોદરા રોડ વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસેથી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી ફરાર થઈ રહેલા ડ્રાઇવરની શોધ ખોળ હાથ ધરી છે.
રણોલી ખાતે આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે પાર્કિંગમાં મૂકેલા મિક્સર મશીનમાં દારૂનો મોટો જથ્થો હોવાની અને તેની ડિલિવરી થવાની હોવાની વિગતો મળતા જવાહર નગર પોલીસે દરોડો પાડયો હતો.
આ દરમિયાન મિક્સર મશીનમાં તપાસ કરતા અંદરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂ.11 લાખ કિંમતની 20,928 નંગ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે તેના ડ્રાઇવરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
પોલીસની એક ટીમ સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે. જ્યારે બીજી એક્ટિવ મિક્સર મશીનના નંબર પ્લેટ, એન્જિન નંબર, ચેસીઝ નંબર અંદરથી મળેલા કાગળોને આધારે તપાસ કરી રહી છે.