જામનગર તાલુકાના સિક્કામાં રહેતો વિપ્ર યુવાન એકાએક લાપતા બની જતાં પોલીસમાં ગુમ નોંધ કરાવાઈ
જામનગર નજીક સિક્કા ભગવતી સોસાયટીમાં રહેતો અને મજૂરી કામ કરતો ચેતન પરસોત્તમભાઈ ઓડીચ નામનો વર્ષનો વિપ્ર યુવાન પોતાના ઘેરથી કામ પર જવાનું કહીને નીકળ્યા પછી એકા એક લાપતા બની ગયો હતો.
તેની અનેક સ્થળે તેમજ સગા સંબંધીઓમાં શોધખોળ કરવા છતાં કોઈ પતો સાંપડ્યો ન હતો. આખરે ગુમ થનાર ચેતન ના પિતા પરસોત્તમભાઈ કારાભાઇ ઓડીચે સિક્કા પોલીસ મથકમાં ગુમનોંધ કરાવતાં પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.