વડોદરામાં સ્કૂટર પર દારૂની હેરાફેરી કરતો લબરમુછીયો પકડાયો, 137 બોટલ કબજે
Vadodara Liquor Crime : અભ્યાસ કરવાની ઉંમરે લબરમુછીયાઓ દ્વારા દારૂની હેરાફેરી કરવાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસેથી એક ટાબરીયો દારૂના જથ્થા સાથે ઝડપાયો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી વોચ રાખવામાં આવતી હોય છે. જે દરમિયાન પંડ્યા બ્રિજ પાસે સ્કૂટર પર ફુલ સ્પીડે જતા એક સ્કૂટર સવારે પોલીસે અટકાવતા તેની પાસે થેલામાંથી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસની પૂછપરછમાં લબરમુખીયાનું નામ વિજય ઉર્ફે વીજુ મહેન્દ્રભાઈ ડીંડોડ (18 વર્ષ) (રહે.બાજવા ત્રણ રસ્તા પાસે, વડોદરા મૂળ દાહોદ) હોવાનું ખૂલ્યું હતું. તેની પાસે જે રૂ.15 હજાર ઉપરાંતની 137 બોટલ અને સ્કૂટર કબજે કરી કેસ કરવામાં આવ્યો હતો.