જામનગરમાં છત પરથી પટકાતાં પરપ્રાંતીય યુવાને જીવ ગુમાવ્યો
નીચી માંડલ ગામે કેનાલમાં ખાબકતાં તરૃણનું મોત
મોરબીના ઉમિયાનગર પાસે મકાનમાં છત ભરતી વખતે નીચે પડી જતાં યુવાનનું મોત
આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુરના વતની
અને હાલ જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા જગ નારાયણ સિયારામ
નિશાદ નામના ૩૦ વર્ષના યુવાનનું છત ઉપરથી નીચે પટકાઈ પડતાં ગંભીર ઇજા થઈ હતી.
સારવાર બાદ તેનું મૃત્યુ નીપજયું છે.
નીચી માંડલ ગામે રહેતા સુભાષ પ્રભુ નીનામા (ઉ.વ.૧૫) નીચી
માંડલ નજીક આવેલ નર્મદા કેનાલ પાસે કુદરતી હાજતે ગયો હતો. અને પગ લપસતા પાણીની
કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે અકસ્માત
મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મૂળ મધ્યપ્રદેશના વતની પપ્પુ બહાદુરભાઈ ભુરીયા (ઉ.વ.૩૧)
નામના યુવાન ઉમિયાનગર સિરામિક સીટી પાછળ મોરબી ૨ ખાતે મકાનની છત ભરતા હતા. ત્યારે
ઉંચાઈ પરથી પડી જતા ઈજા પહોંચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. જ્યાં સારવાર
દરમિયાન યુવાનનું મોત થયું છે. મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી
કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.