જામનગરમાં પરપ્રાંતીય યુવાનનું છત પરથી પટકાઈ પડતાં સારવાર દરમિયાન અપમૃત્યુ
Jamnagar : જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા પર પ્રાંતિય યુવાનનું છત પરથી પટકાઈ પડતાં ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તરપ્રદેશના ગાજીપુરના વતની અને હાલ જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા જગ નારાયણ સિયારામ નિશાદ નામના 30 વર્ષના યુવાનને ગત 30.10.2024 ના દિવસે છત ઉપરથી નીચે પટકાઈ પડતાં ગંભીર ઇજા થઈ હતી, અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર બાદ તેનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના ભાઈ દિન દયાલ સિયારામ નિશાદે પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.