Get The App

આણંદના સદનાપુરા ગામમાં પરપ્રાંતિય યુવકનો આપઘાત

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
આણંદના સદનાપુરા ગામમાં પરપ્રાંતિય યુવકનો આપઘાત 1 - image


- આત્મહત્યા પાછળનું કારણ અકબંધ

- સ્થાનિકોએ સમગ્ર બનાવ બારીમાંથી જોતા યુવકને બચાવવા બારણું તોડી ઘરમાં પ્રવેશ્યા

આણંદ : આણંદના સદનાપુરા ગામે પ્લાયવૂડની ફેક્ટરીમાં મજૂરી કરતા પરપ્રાંતિય યુવકે મંગળવારે સવારે ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સ્થાનિકોએ સમગ્ર બનાવ બારીમાંથી જોતા યુવકને બચાવવા બારણું તોડી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિકોના આવ્યા પહેલા યુવકનું મોત નિપજ્યું હતું. આણંદ ગ્રામ્ય પોલીસે આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.  

સદનાપુરા ગામે નગરી વિસ્તારમાં એક ઓરડીમાં રહેતો અરવિંદ અજયભાઈ પાસવાન (ઉં.વ.૧૯, મુળ વતન બિહાર) નજીકમાં આવેલી પ્લાયવૂડની ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો. પરપ્રાંતિય શ્રમિકે મંગળવારે સવારે ઓરડીનું બારણું બંધ કરી પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. આસપાસના લોકોએ બારીમાંથી યુવકને આપઘાત કરતા નિહાળતા અન્ય લોકોને જાણ કરી હતી. સ્થાનિકોએ એકઠા થઈ બારણું તોડી અંદર પ્રવેશ્યા હતા. જોકે, યુવકનું મોત થઈ ગયું હતું. સ્થાનિકોએ આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલ્યો હતો. તેમજ અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

જ્યારે યુવકના આપઘાત પાછળનું રહસ્ય અકબંધ રહ્યું છે. 


Google NewsGoogle News