સાસુ સાથે ઘરકામ બાબતે બોલાચાલી થયા પછી મનમાં લાગી આવતાં પરિણીતાનો ઝેર પી લઇ આપઘાત
Jamnagar Suicide Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામમાં રહેતી સીમાબેન વિનોદભાઈ વસુનીયા નામની 19 વર્ષની પરપ્રાંતિય શ્રમિક યુવતીએ પોતાની વાડીમાં પાકમાં છાંટવાની ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા પછી ગઈકાલે સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં કાલાવડ ટાઉન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક પરણીતાને તેણીની સાસુ સાથે ઘરકામ બાબતે અવારનવાર બોલા ચાલી થતી હતી. તેનું મનમાં લાગી આવતાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનું પગલું ભરી લીધું હતું.