જામનગરના વામ્બે આવાસમાં રહેતા આધેડને પત્ની સાથે દારૂ પીવા બાબતે ઘરકંકાસ થતાં ગળાફાંસા દ્વારા આપઘાત
Image: Freepik
જામનગરમાં વામ્બે આવાસ માં રહેતા એક આધેડે દારૂ પીવા બાબતે પોતાની પત્ની સાથે ઘર કંકાસ થતાં ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના સાતુદડ ગામના વતની અને હાલ દિગજામ સર્કલ રોડ પર વામ્બે આવાસ ના બ્લોક નંબર ૨૦ ના રૂમ નંબર ૨૧ માં રહેતા જગદીશસિંહ પંચાંણજી જાડેજા નામના ૫૦ વર્ષના આધેડે ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવ અંગે નાથીબેન પ્રભુભાઈ ઝીંઝુવાડીયા એ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન ના એએસઆઈ ડી.જે. જોષી એ બનાવના સ્થળે પહોંચી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક દારૂ પીવાની ટેવ વાળા હોવાથી તેના પત્નીએ દારૂ પીવાની ના પાડતાં બંને વચ્ચે ઘરકંકાસ થયો હતો, અને તેના કારણે ગળાફાંસો ખાઇ લઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.