Get The App

ભાવનગર જિલ્લામાં બે લોકોની હત્યા, અલગ અલગ બનાવમાં એક આધેડ અને એક યુવકની હત્યા

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
Bhavnagar


Incident Of Beating And Murder In Bhavnagar : ભાવનગર જિલ્લામાં મારામારી અને હત્યાની ઘટના દિવસે-દિવસે વધી રહી છે, ત્યારે રાણી અને ગુજરડા ગામ વચ્ચેના વિસ્તારમાં યુવકની લાશ મળી આવી છે. ઘટના અંગે પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, જેમાં પી.એમ. રીપોર્ટ આવ્યાં પછી હત્યા કે અકસ્માતનો ખુલાસો થશે. જ્યારે જિલ્લાના સિહોરમાં મારામારીની ઘટનામાં આધેડનું મોત થયું છે, જેમાં સોનગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

રાણી અને ગુજરડા ગામની વચ્ચેના વિસ્તારમાં બાઈક સાથે યુવકની લાશ મળી

ભાવનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાણી અને ગુજરડા ગામની વચ્ચેના વિસ્તારમાં બાઈક સાથે યુવકની લાશ મળી આવી છે. જેમાં તોહિતખાન બલોચ નામના 22 વર્ષીય યુવકની ગઈકાલે શનિવારે રાત્રિના સમયે હત્યા થઈ હોવાની આશંકા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : ગોધરા એસીબીના પોલીસકર્મીનો પાનમ ડેમ પાસેથી મળ્યો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા? રહસ્ય અકબંધ

આ મામલે યુવકને કોઈએ મારીને ફગાવી દીધો હોવાની જેસર પોલીસના પીએસઆઈએ આશંકા વ્યક્ત કરી હતી. જ્યારે પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલે વધુ ખુલાસો થઈ શકે છે. સમગ્ર ઘટનાને લઈને જેસર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

મારામારીની ઘટનામાં આધેડનું મોત

ભાવનગરના સિહોરના ટોડી ગામે મારામારીની ઘટના સર્જાઈ હતી. જેમાં એક આધેડને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જ્યારે તેમનું બે દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું. સોનગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. 

આ પણ વાંચો : કાલાવડના લક્ષ્મીપુર ગામમાં રહેતા શ્રમિક યુવાનનું માનસિક બીમારીથી કંટાળી જઈ ગળાફાંસા દ્વારા આપઘાત

મળતી માહિતી પ્રમાણે, ટોડી ગામે રહેતા અશોક નારણ બલિયા અને તેના ભાઈ ગોકુળ નારણ બલિયાએ આધેડને પ્લોટ વહેંચ્યો હતો. આ પછી બંને ભાઈઓ આધેડ પાસેથી પ્લોટને પરત માગીને ધમકી આપતાં હતા, જ્યારે બે દિવસ પહેલા આરોપીએ આધેડ સાથે મારામારી કરીને માથાના ભાગે બોથડ પદાર્થ વડે માર માર્યો હતો. જેમાં આધેડને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બે દિવસની સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને સોનગઢ પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. 

Bhavnagar

Google NewsGoogle News