લૂંટારા ટોળીનો નવો કીમિયો : મોડી રાત્રે નાના બાળકના રડવાનો કે ચિત્ર વિચિત્ર અવાજોથી લૂંટ કરતી ટોળકી સક્રિયના મેસેજ વાયરલ

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
લૂંટારા ટોળીનો નવો કીમિયો : મોડી રાત્રે નાના બાળકના રડવાનો કે ચિત્ર વિચિત્ર અવાજોથી લૂંટ કરતી ટોળકી સક્રિયના મેસેજ વાયરલ 1 - image

image : Filephoto

Vadodara : વડોદરા શહેર જિલ્લા પોલીસ એક તરફ સોશિયલ મીડિયા પર ચાલતા લૂંટારો ટોળકીના વિડીયોથી ચિંતિત થઈ લોકોને અફવાથી દૂર રહેવા અપીલ કરી રહી છે. તો બીજી બાજુ વડોદરા શહેર જિલ્લામાં ચોર લૂંટારૂ ટોળકી સક્રિય બની લૂંટફાટ કરતી હોવાના કિસ્સા પણ બહાર આવી રહ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ઓડિયો મેસેજ ફરતો થયો છે કે, વડોદરા શહેર જિલ્લામાં રાત્રિના સમયે નાના બાળકો રડતા હોય તેવા અવાજ કાઢી લૂંટારું ટોળકી લૂંટ કરવા સક્રિય બની છે અને આવી ચોર ટોળકી શરીર પર તેલ કે દિવેલ લગાવીને આવે છે જેથી કોઈએ અચાનક દરવાજા ખોલવા નહીં આવા મેસેજથી ફરી એકવાર લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે.

નાના બાળકના રડવા સહિત વિવિધ અવાજો કાઢીને મોડી રાત્રિના સમયે મીઠી નીંદર માણતા પરિવારો દરવાજા ખોલતાં જ હુમલો કરી દહેશત ફેલાવીને ઘરમાં ઘૂસી લૂંટફાટ કરીને ફરાર થઈ જતી ટોળકી શહેરમાં સક્રિય થઈ હોવાની શક્યતા સેવાઈ રહી છે. આ ટોળી શહેરના કોઈપણ વિસ્તારમાં કે સોસાયટીઓમાં પણ પોતાના કરતા બહું બતાવી શકતા હોવાનો ઓડિયો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મેસેજમાં સોસાયટી વિસ્તાર કે પછી પોતપોતાના સોશિયલ ગ્રુપના મેમ્બરોને ઉદ્દેશીને જણાવ્યું છે કે મોડી રાત્રે અઢી ત્રણ વાગ્યાના સુમારે ઘરમાં સૌ પરિવારજનો મીઠી નીંદર માણતા હોય છે ત્યારે ઘરની બહાર નાના છોકરાનો રડતા અવાજ કે પછી અન્ય કોઈપણ પ્રકારના અવાજ આવે તો તમારા ઘરનું દરવાજો કોઈપણ સંજોગોમાં ખોલવો નહીં અને ઘર બહાર જોવાનો પણ પ્રયત્ન કરવો નહીં. કેમકે ચડ્ડી-બનિયાનધારી લૂંટારા ટોળી આ પ્રમાણેના ખોટા અવાજો કાઢીને ભર ઊંઘમાં સૂતેલા લોકોને ગેરમાર્ગે દોરી તેમનો દરવાજો ખોલાવવા પ્રયત્ન કરશે. જેથી કોઈપણ સંજોગોમાં રાત્રે આવતા આવા વિચિત્ર અવાજોના કારણે કોઈપણ સંજોગોમાં દરવાજો ખોલવો નહીં જેની ખાસ નોંધ લેશો અને આવો કંઈ પણ લાગે તો અડધી રાત્રે આપણી ગેલેરીમાં થાળી વગાડવા સહિત બૂમાબૂમ કરીને આસપાસના સોસાયટીના કે પછી શેરીઓના લોકોને વગાડવી અને આપણા સતર્ક કરવા અત્યંત જરૂરી છે. કેમ કે આવી ટોળીમાં આવનારા એકલદોકલ હોતા નથી. જેથી વ્યક્તિગત હુમલો નહીં કરીને લોકોને ભેગા કરવા હિતાવહ છે.

આવી ટોળકી જુદા-જુદા અવાજો કાઢીને દરવાજો ખોલનારાના ઘરમાં ઘૂસી જાય છે. ચોરી લૂંટફાટ કરતી વખતે કોઈ સામનો કરે તો જાન લેવા હુમલો કરવામાં પણ ખચકાટ અનુભવતા નથી. અને આપની જાનને પણ તાત્કાલિક ધોરણે હાની પહોંચાડી રહે છે જો આવું લાગે તો લોકોએ રાત્રે એકબીજાને ફોન કરીને પણ સતર્ક કરવા જોઈએ. અને જો તૈયાર રહીશું અને ઘરનું દરવાજો એકદમ નહીં  ખોલતા સંપૂર્ણ સલામતી રહે છે. કેમકે આવી ટોળકીના લોકો તૈયારીમાં તીક્ષ્ણ હથિયાર સાથે આપણા પર હુમલો કરે છે અને એ લોકો પોતાના શરીર પર ઓઇલ અથવા તેલ લગાવીને આવે છે. પરિણામે આવી ટોળકીના લોકોને પકડી પણ શકાતા નથી. કે જેથી આપણે એમનો સામનો પણ કરી શકીએ કે પછી પકડીને પોલીસ હવાલે કરી શકીએ. જેથી લોકોએ આવું કંઈક જણાય તો તાત્કાલિક ધોરણે એલર્ટ થઈને બીજા લોકોને પણ ઊંઘમાંથી જગાડીને જાણ કરવી જોઈએ.  ફોનથી અન્ય લોકોને સતર્ક કરવા મોબાઇલ ફોન પણ બેડરૂમમાં હાથવગા રાખવા અત્યંત જરૂરી છે. જેથી ઈમરજન્સીના સમયે અન્યને ફોન થઈ શકે. આવી ટોળકી માંજલપુર વિસ્તારમાં દેખા દીધી હોવાનું પણ સોશિયલ મીડિયા પર સંદેશામાં જણાવ્યું છે. નાનો છોકરો રડે છે, ભુખો છે એવું કહીને દરવાજો ખોલો એવું કહે તો પણ રાત્રે દરવાજો ખોલશો નહિ....ગમે તે અવાજ આવે દરવાજો ખોલવો નહિ અને ઘરના દરેક દરવાજા બંધ રાખવાના પણ સંદેશામાં જણાવ્યું છે. આ ઉપરાંત આસપાસના રહીશોને પણ આ સંદેશો મોબાઈલથી મોકલવા જણાવ્યું છે.


Google NewsGoogle News