પતિથી તરછોડાયેલી મહિલાએ માનસિક સંતુલન ગુમાવ્યું,સોસાયટીઓમાં મકાનોમાં ઘૂસી જતી હતી
વડોદરાઃ લક્ષ્મીપુરા વિસ્તારની સોસાયટીઓમાં રઝળતી અને લોકોના ઘરમાં આવી જતી એક મહિલાને સ્થાનિક રહીશો મદદરૃપ થયા હતા.
લક્ષ્મીપુરા વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મધ્યમ વર્ગીય એક મહિલા આંટા મારતી હતી અને ઘરોની અંદર આવી જતી હતી.જેથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
આખરે રહીશોએ અભયમને જાણ કરતાં બાપોદની ટીમ મદદે આવી હતી.તેમણે મહિલાનું કાઉન્સેલિંગ કરી વધુ તપાસ કરતાં આ મહિલાને તેના પતિએ ત્યજી દીધી હોવાથી તે તેની માતાને ત્યાં રહેતી હોવાની માહિતી જાણવા મળી હતી.
મહિલા તેની બહેનપણીને શોધવા માટે આ વિસ્તારના મકાનોમાં આવી જતી હોવાની પણ માહિતી મળી હતી.જેથી મહિલાને તેની માતાને સોંપી સારવાર કરાવવા માટે સમજાવવામાં આવી હતી.