Get The App

દાહોદમાં મણિપુર જેવી ઘટના: બધા જ બન્યા દુશાસન, કોઈએ કૃષ્ણ બની ચીર ન પૂર્યા, 12ની ધરપકડ

તાલીબાની સજા આપનારા 15માંથી 12ની પોલીસે ધરપકડ કરી

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News

દાહોદમાં મણિપુર જેવી ઘટના: બધા જ બન્યા દુશાસન, કોઈએ કૃષ્ણ બની ચીર ન પૂર્યા, 12ની ધરપકડ 1 - image

Dahod News:  દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમળ ગામમાં મણિપુર જેવી ઘટના ઘટી. એક મહિલાને 15 જેટલા લોકોએ અર્ધ નગ્ન કરી આખા ગામમાં ફેરવી. એક પરિણીતા તેના પ્રેમીના ઘેર મળવા ગઇ હતી જેની જાણ તેના પરિવારના લોકોને થતા પહેલાતો તેને ઘરમાંથી બહાર કાઢી મુકવામાં આવી, ત્યાર બાદ તેને અર્ધ નગ્ન હાલતમાં સાંકળથી બાઇક સાથે બાંધી આખા ગામમાં તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. જે વાઇરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. વીડિયો વાયરલ થતાં જ પોલીસ દોડતી થઇ હતી અને 15 શખ્સોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધર્યા બાદ આ મામલે 12 લોકોની ધરપકડ કરી લીધી છે. 

પ્રમીને મળવા ગઈ હતી પરિણીતા

આ અંગેની વિગત એવી છે કે સંજેલી તાલુકામાં રહેતી 35 વર્ષની પરિણીતાને ગામમાં રહેતા ગોવિંદ લાલસિંગભાઇ રાઠોડ સાથે પ્રેમ સંબંધ હતો. 28 જાન્યુઆરીના રોજ પરિણીતા તેના પ્રેમી ગોવિંદભાઇના ઘેર હાજર હતી ત્યારે ઢાલસીમળ, સંતરામપુર, ગલાલપુરા અને રુપાખેડા ગામના શખ્સો ગોવિંદભાઇના ઘરમાં ઘૂસી ગયા હતાં અને પરિણીતાને પ્રેમીના ઘરમાંથી બહાર કાઢી તેને ઢોર માર માર્યો હતો.

દાહોદમાં મણિપુર જેવી ઘટના: બધા જ બન્યા દુશાસન, કોઈએ કૃષ્ણ બની ચીર ન પૂર્યા, 12ની ધરપકડ 2 - image

અમાનવીય કૃત્યનો વીડિયો ઉતાર્યો

ફક્ત માર મારી હેવાનોએ સંતોષ ન થતા પરિણીતાને અર્ધ નગ્ન કરી બાઇક પાછળના કેરિયર પર સાંકળ સાથે બાંધી ઢાલસીમળ ગામે જાહેર રોડ પર ઢસડીને પરિણીતાના સસરાના નવા મકાને લઇ જવામાં આવી હતી, ત્યાંથી પરત તેવી જ હાલતમાં મકાનમાં લાવ્યા હતાં. પરિણીતાને રોડ પર ઢસડતા ટોળા પૈકી બે શખ્સોએ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

દાહોદમાં મણિપુર જેવી ઘટના: બધા જ બન્યા દુશાસન, કોઈએ કૃષ્ણ બની ચીર ન પૂર્યા, 12ની ધરપકડ 3 - image


12 લોકોની કરાઈ ધરપકડ 

વીડિયો વાયરલ થતાં જ દાહોદ પોલીસ સફાળી જાગી હતી અને સ્થળ પર દોડી જઇ વિગતો મેળવીને ભોગ બનનાર પરિણીતા સુધી પહોંચી હતી. પોલીસ સમક્ષ પરિણીતાએ સમગ્ર ઘટનાની જાણ કરતા તેના આધારે 15 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને ગણતરીના કલાકોમાં 15 માંથી 12 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.




Google NewsGoogle News