Get The App

જામનગરની પરિણીતાનો પતિના મૃત્યુના વિયોગમાં આપઘાત, પતિના મૃત્યુ બાદ મનમાં લાગી આવતા અંતિમ પગલું ભર્યું

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
જામનગરની પરિણીતાનો પતિના મૃત્યુના વિયોગમાં આપઘાત, પતિના મૃત્યુ બાદ મનમાં લાગી આવતા અંતિમ પગલું ભર્યું 1 - image


Jamnagar Suicide Case : જામનગરના ગુલાબ નગર નજીક રામવાડી વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિના મૃત્યુના વિયોગમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પતિના મૃત્યુ બાદ માનસિક સમતુલા ગુમાવી બેસતાં વારંવાર સારવાર માટે દાખલ કરાયા પછી આ પરિસ્થિતિથી તંગ આવી જઇ જિંદગીનો અંત લાવી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબ નગર નજીક રામવાડી શેરી નંબર ત્રણમાં રહેતી ચેતનાબેન હિતેશગીરી ગોસાઈ નામની 43 વર્ષની પરિણીતાએ ગઈકાલે પોતાના મકાનના બીજા માળે પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના કુટુંબી ધર્મેન્દ્રભાઈ જમનભારથી ગોસાઈએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવતીના પતિનું આજથી પાંચેક મહિના પહેલાં અવસાન થયું હતું, જેના આઘાતમાં પોતે માનસિક બીમાર થઈ ગયા હતા, અને આ બીમારીના કારણે આશરે પાંચથી છ વખત હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર લેવાનો વારો આવ્યો હતો. જે બીમારીથી કંટાળી ગઈકાલે આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.


Google NewsGoogle News