Get The App

પાણી ભરવા જતા પગ લપસતા કૂવામાં પડી જવાથી પરિણીતાનું મોત

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
પાણી ભરવા જતા પગ લપસતા કૂવામાં પડી જવાથી પરિણીતાનું મોત 1 - image


ટંકારા તાલુકાના હડમતીયા ગામે

વાંકાનેરના વાલાસણ ગામની સીમમાં રોડની સાઇડમાં ઉભેલા પ્રૌઢને ટ્રક ચાલકે હડફેટે લેતા મોત

મોરબી :  ટંકારાના હડમતીયા ગામની સીમમાં મજુરી કરતી ૧૯ વર્ષીય પરિણીતાનો પગ લપસી જતા કુવામાં પડી જતા મોત થયું હતું. વાંકાનેરના વાલાસણ ગામની સીમમાં આધેડ રોડની સાઇડમાં ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પહોંચતા આધેડનું મોત થયું હતું. બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે.

જે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં રહીને મજુરી કરતા ફીરકીબેન મુન્નાભાઈ બારેલા (ઉ.વ.૧૯) નામની પરિણીતા કૂવામાં પાણી ભરવા જતા પગ લપસી જતા મોત થયું હતુે. મૃતકનો લગ્નગાળો એક વર્ષનો છે અને સંતાનમાં ૦૨ માસનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે ટંકારા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામના મુસ્તાક અબુજી કડીવાર (ઉ.વ.૩૪) નામના યુવાને ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા અબુજીભાઈ કડીવાર વાલાસણ ગામની સીમમાં આવેલ ઇન્ડિયન કોટન મિલ પાસે રોડ સાઈડમાં ઉભા હતા ત્યારે ટ્રક ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી અબુજીભાઈને ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અકસ્માત બાદ પોતાનું વાહન લઈને ચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.


Google NewsGoogle News