Get The App

શાપરમાં લોખંડના વાયરની ખરીદીના નામે કારખાનેદાર સાથે રૃા.૧૮ લાખની ઠગાઈ

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
શાપરમાં લોખંડના વાયરની ખરીદીના નામે કારખાનેદાર સાથે રૃા.૧૮ લાખની ઠગાઈ 1 - image


શાપર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ

રાજકોટ રહેતા કારખાનેદારે એડવાન્સ પેમેન્ટ કર્યા બાદ પણ માલ નહીં મોકલતા શખ્સ સામે ગુનો

રાજકોટ :  કાલાવડ રોડ પર ડેકોરા વેસ્ટ હિલ એપાર્ટમેન્ટમાં રહેતાં અને શાપરમાં અંકુર ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં જયદિપ ટ્રેડર્સ નામે કારખાનું ધરાવતાં જયદિપભાઈ સુરેન્દ્રભાઈ ગઢીયા (ઉ.વ.૩૮) સાથે વિપુલ પટેલ (સાવન એન્ટરપ્રાઈઝવાળા)એ  લોખંડનો એમ.એસ. વાયર ખરીદવાના નામે રૃા.૧૮ લાખની છેતરપિંડી કર્યાની શાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

જયદિપભાઈએ પોલીસને જણાવ્યું કે, તે કારખાનામાં લોખંડનો વાયર બનાવી વેચાણ કરે છે. આ વાયર બનાવવા માટે લોખંડનો વાયર રોડ (એમ.એસ. વાયર રોડ)ની જરૃરિયાત રહેતી હોવાથી તે અલગ-અલગ કારખાનામાંથી વાયરની ખરીદી કરતા હતા.

ગઈ તા.ર૬-૧૦ના તે રાજકોટથી શાપર જઈ રહ્યા હતા ત્યારે તેને આરોપીએ ફોન કરી હું સાવન એન્ટરપ્રાઈઝ-રાજકોટ ખાતેથી બોલું છું, અમે લોખંડના એમ.એસ. વાયરનો વ્યવસાય કરીએ છીએ, તમારે જરૃરીયાત હોય તો કહેજો તેમ કહેતાં તેણે એક કિલોનો ભાવ પૂછતાં આરોપીએ રૃા.પ૭ કહ્યા હતા. આ વાયરની બજાર કિંમત ૬૦ રૃપિયાની આસપાસ હોય અને આરોપી રૃા.પ૭માં વાયર આપતો હોવાથી તેને તા.ર૮ના આરોપીને ર૮૧પ૦ કિ.ગ્રા.નો ઓર્ડર આપ્યો હતો. જે ઓર્ડરનું આરોપીએ રૃા.૧૮.૯૩ લાખનું બીલ તેને વોટસએપમાં મોકલ્યું હતું અને એડવાન્સ પેમેન્ટ કરવા જણાવ્યું હતું.

આથી તેણે આરોપીને માલ આવશે એટલે પેમેન્ટ કરી દઈશ તેમ થોડા દિવસ વાત કરી હતી. આરોપીએ માલ નહીં મોકલતા અને કારખાનામાં વાયરની જરૃરિયાત હોવાથી તેને તા.ર૬-૧૧ના તેના ખાતામાંથી આરોપીના એકાઉન્ટમાં  રૃા.૧૮ લાખનું પેમેન્ટ કરી દીધું હતું અને આ અંગે આરોપીને વાત કરતાં તેણે આવતીકાલે માલ મળી જશે તેવો જવાબ આપ્યો હતો. પરંતુ બીજા દિવસે પણ માલ નહીં મોકલતા અને આરોપીનો સંપર્ક કરતા ફોન બંધ આવતો હોય તેની રાજકોટની ઓફિસે તપાસ કરતાં ત્યાં આવી કોઈ ઓફિસ નહીં હોવાનું જાણવા મળતાં અંતે ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News