Get The App

શાકમાર્કેટ વિસ્તારના પથિક આશ્રમ પાસે માણેકવાડીનાં યુવાનની હત્યા કરાઈ

Updated: Jan 16th, 2025


Google News
Google News
શાકમાર્કેટ વિસ્તારના પથિક આશ્રમ પાસે  માણેકવાડીનાં યુવાનની હત્યા કરાઈ 1 - image


- પોલીસના ધાડા ધાડા સ્થળ પર દોડી ગયા

- ભરચક વિસ્તારમાં સરાજાહેર યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 3 ત્યારે ફરાર

ભાવનગર : શહેરના શાકમાર્કેટ વિસ્તારના પથિક આશ્રમ પાસે ત્રણ શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.આ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો . મોડી રાત્રે ભરચક વિસ્તારમાં યુવાનની હત્યા કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના માંણેકવાડી વિસ્તારમાં રહેતા મુસ્તુફા કાસીમભાઈ કાચવાલા નામના યુવાનની સર જાહેર શાકમાર્કેટ પાસે આવેલ પથિક આશ્રમ પાસે તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે.મુસ્તુફા કાસીમભાઈ કાચવાલા નામનો યુવાન શાકમાર્કેટ પાસેથી પસાર થતો હતો ત્યારે ત્રણ શખ્સે સાંથળ નાં ભાગે હથિયારના ઘા ઝીંકી દીધા હતા.યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.ભરચક વિસ્તારમાં સરાજાહેર યુવાનની હત્યા કરાઈ હોવાની જાણ થતાની સાથેજ સી ડિવિઝન પોલીસ એલસીબી અને એસઓજી પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ બનાવ સંદર્ભે ડીવાયએસપી આર આર સિંઘલે જણાવ્યું હતું કે,મુસ્તુફા નામના યુવાનની હત્યા કરવાના આવી છે.અને ત્રણ શખ્સે યુવાનને સાથળના ભાગે હથિયારના ઘા ઝીંકી દેતા મુસ્તુફાનું હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.તેમજ મહિલાના મામલે ભોલું,રહેમાન અને આફતાબ નામના ત્રણ શખ્સે હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.વધુમાં જણાવ્યું હતું કે,પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.તથા હત્યારાઓને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવી લીધી છે.

Tags :
Manekwadi-youth-was-killedPathik-Ashramvegetable-market-area

Google News
Google News