Get The App

નારી ચોકડી નજીકથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એક શખ્સ ઝબ્બે

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
નારી ચોકડી નજીકથી વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે એક શખ્સ ઝબ્બે 1 - image


- વિદેશી દારૂની મોટી ખેપ વાપીથી આવતી હતી

- લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કવોડે વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ મળી કુલ રૂ. 8.85 લાખનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : નારી ચોકડી અમદાવાદ જવાના રસ્તા ઉપર  હોટલના પાકગમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કવોડે વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે દારૂ વાપીથી ટ્રકમાં ભરી ભાવનગર તરફ આવતો હતો. દારૂનો જથ્થો લાવનાર ફરાર થઈ ગયો હતો.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્કવોડ નો સટફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતું કે,કિશન માડનભાઈ મકવાણા ( રહે.ભાવનગર ) પોતાની માલિકીના ટ્રક નંબર જીજે ૦૪ એક્સ ૬૦૬૮ માં રાજ્ય બહારથી વિદેશી દારૂ ભરીને ડ્રાઇવર સુરેશ ઓધાભાઈ કાળિયા (રહે.ભાવનગર ) અને નારી ચોકડી અમદાવાદ જવાના રસ્તા ઉપર હરેકૃષ્ણ હોટલના પાકગમાં પાર્ક કરેલ છે.આ બાતમીનાં આઘારે અમદાવાદ જવાના રસ્તા પર આવેલ હોટલના પાકગમાં દરોડો કરી ટ્રકને ઘેરી ટ્રકમાં તલાશી લેતા ડ્રાઇવર સીટ પર બેઠેલ શખ્સ સુરેશ ઓધાભાઈ કાળિયાને ટ્રકોમાંથી નીચે ઉતારી ટ્રક પાછળ તલાશી લીધી ત્યારે માટી ભરેલા લોન ફૂટ ભર્યું હતું. અને આ લોન ફૂટ ચામુંડા નર્સરી નવાગામ ઉતારવાનું ટ્રક ચાલકે જણાવ્યું હતું. દરમિયાનમાં ટ્રકની કેબિન ઉપર ઢાંકેલી તડપતરી હટાવી તલાશી લેતા પુઠા બોક્સ મળી આવ્યા હતા. બોક્સ માથી વિદેશી દારૂની ૧૧૭ બોટલ મળી આવતા પોલીસે સુરેશ ઓધાભાઈ કાળિયાને વિદેશી દારૂની બોટલ ટ્રક,મોબાઈલ મળી કુલ રૂપિયા ૮,૮૫,૬૬૯ નાં મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.પોલીસે બંને શખ્સ વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ફરાર શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

દારૂનો જથ્થો લાવનાર ટ્રકમાં દારૂ ભરી બસ માં જતો રહ્યો

વિદેશી દારૂની ભરેલી ટ્રક સાથે પકડાયેલા સુરેશ ઓધાભાઈ કાળિયાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, આ વિદેશી દારૂનો જથ્થો શેઠ કિશન માડનભાઈ મકવાણા (રહે.ખારી તા. સિહોર ) એ વાપી ખાતેથી તા.૧ ડિસેમ્બર ૨૦૨૪ નાં રાત્રિના સમયે ભર્યો હતો અને કિશન માડનભાઈ મકવાણા બસમાં બેસીને જતો રહ્યો હતો. આ માલ ઉતારવા અંગે ફોનથી કહેશે અથવા પોતે રૂબરૂ આવી ભાવનગર ખાતેથી લઇ જશે તેમ જણાવ્યું હતું.


Google NewsGoogle News