દંતેશ્વર વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્મ ઝડપાયો

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
દંતેશ્વર વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્મ ઝડપાયો 1 - image


Vadodara: દંતેશ્વર વિસ્તારમાં બન્સલ મોલ પાછળ મકરપુરા પોલીસે રેડ કરીને વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનું વેચાણ કરનાર હાજર નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે વિદેશી દારૂ, બિયર અને મોબાઈલ 26,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં મકરપુરા પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, બંસલ મોલની પાછળ,  કિશન નગરમાં રહેતો રાજેશ ઉર્ફે ભુંડો ચૌહાણ છૂટક વેચાણ માટે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે અને એક ઇસમ મનીષ શઠવાનો દારુ આપવા માટે આવ્યો છે. જેથી પોલીસે બાતમી મુજબના થડ પર રેડ કરી હતી.  મકાનના દર વાજા પાસે મનીષ રંગેશ રાઠવા  (રહે. મોસંગણા ગામ, તા.કવાટ જી.છોટા ઉદેપુર) ઝડપાઈ ગયો હતો. તેને સાથે રાખીને તપાસ કરતા મકાનમાંથી વિદેશી દારૂ અને બિયર નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ બીયર અને મોબાઇલ મળી ₹26,000 નો મુદ્દા માલ કબજે કર્યો હતો નાનો.  જ્યારે દારૂ મંગાવીને વેચાણ કરનાર રાજેશ ઉર્ફે ગુંડો લાલાભાઈ ચૌહાણ ને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.



Google NewsGoogle News