વડોદરા: નંદેસરી ચોકડી પાસેથી ધારદાર છરા સાથે એક શખ્સ ઝડપાયો

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
વડોદરા: નંદેસરી ચોકડી પાસેથી ધારદાર છરા સાથે એક શખ્સ ઝડપાયો 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 25 સપ્ટેમ્બર 2023 સોમવાર

વડોદરા નજીક નંદેસરી ચોકડી પાસેથી ધારદાર છરા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની સામે હથિયાર બંધીના જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

નંદેસરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રવિવારે રાત્રે વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દમિયાન નંદેસરી ચોકડી એક શખ્સ  નારીયલ કપવાનો છરો પોતાના હાથમા લઇ ને  ફરતો હતો.  ઉભો રાખીને તેનું નામઠામ પુછ્યા પોતે પોતાનું નામ કિરીટસિંહ તખતસિંહ પઢીયાર (રહે, સાંકરદા ગામ ઉમેટીયા વાળુ ફળીયુ તા.જી.વડોદરા)નો હોવાનું જણાવ્યું હતું. તેઓને વધુ પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેથી જાહેરમાં કોઈ જાનહાની કરવાના ઈરાદે સાથે પોતાની પાસે છરો રાખ્યો હોવાનું જણાઈ આવ્યું હતું.જેથી પોલીસે તેની પાસેથી છરો કબ્જે કર્યો હતો. છરો રાખનાર શખ્સ સામે પોલીસ કમિશ્નરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવી છે


Google NewsGoogle News