Get The App

વડોદરા નજીક રણોલી વિસ્તારમાંથી ગેરકાયદે તલવાર સાથે એક શખ્સ ઝડપાયો

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
વડોદરા નજીક રણોલી વિસ્તારમાંથી ગેરકાયદે તલવાર સાથે એક શખ્સ ઝડપાયો 1 - image


Vadodara : વડોદરા નજીકના રણોલી વિસ્તારમાં રહેતો શખ્સ તલવાર લઈને ફરતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા આ શખ્સ તલવાર કોની પાસેથી અને કયા કારણોસર લાવ્યો હતો તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનરના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ તેના વિરુધ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

જવાહર નગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ 20 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં ફરી રહ્યો હતો. તે દરમિયાન ફરતા ફરતા સ્ટાફના માણસો રાત્રિના 3:30 વાગ્યાના રસ્તામાં બળીયાદેવનગર સોસાયટી જવાના રોડ પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં પોલીસને જોઈને ભાગવા લાગ્યો હતો.

 પોલીસે તેનો પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો ત્યારે તેની પાસેથી એક હથિયાર મળી આવ્યું હતું. જે બહાર કાઢીને જોતા ધારદાર તલવાર હતી. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સરના ભૂરા મિનામા (રહે-નારાયણ નગર, રણોલી ગામ, તા.જી. વડોદરા મુળ રહે-અગાસવાણી ગામ તા, લિમખેડા જી-દાહોદ) ના હોવાનું જણાવ્યુ હતું. જેથી પોલીસ દ્વારા તેની પાસેથી તલવાર કબજે લીધા બાદ ક્યાંથી અને કોની પાસેથી તેમજ કયા કારણોસર લાવ્યો હતો તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ પોલીસ કમિશનરના હથિયારબંધીના જાહેરનામાનો પણ કરવા બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News