Get The App

સિરામિક કંપનીમાં ભાગીદારીના નામે ચોટીલાના શખ્સ સાથે 80 લાખની છેતરપિંડી

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
સિરામિક કંપનીમાં ભાગીદારીના નામે ચોટીલાના શખ્સ સાથે 80 લાખની છેતરપિંડી 1 - image


- જામીનગીરીનો બોગસ દસ્ત સાચા તરીકે ઉપયોગ કર્યો

- 2015 માં ભાગીદાર થયા બાદ આપેલી રકમ પરત નહીં આપી બે શખ્સોએ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ

સુરેન્દ્રનગર : ચોટીલા શહેરી વિસ્તારમાં સીરામીક કંપનીમાં ભાગીદારી આપવા બાબતે જામીનગીરીનો બોગસ દસ્તાવેજ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી બે શખ્સો દ્વારા ૮૦ લાખની છેતરપિંડી આચરવા બદલ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ચોટીલા ખાતે આવેલી તનીક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી જીતેન્દ્રભાઈ લાલદાસ કરથીયા વર્ષ ૨૦૧૫માં ચોટીલા ખાતે આવેલ અમૃતનગર સોસાયટી મામાના કાંટાવાળી શેરીમાં રહેતા હતા તે સમયે સામે રહેતા મહેશભાઈ લાભશંકરભાઈ સીલું સાથે સારા સબંધો હોવાથી મહેશભાઈના ભાઈ સુરેશભાઈ સીલુંએ વાંકાનેરના ધુઆ ખાતે આવેલ મીરેકલ સીરામીકમાં બન્ને ભાઈઓ ભાગીદાર હોવાનું જણાવ્યં હતું અને ફરિયાદીને પણ ભાગીદાર થવું હોય તો રૂા.૮૦ લાખ રોકડા આપવાનું જણાવ્યું હતું અને બન્ને ભાઈઓની ભાગીદારીમાંથી ૨-૨ ટકા આપવાનું નક્કી કરતા વર્ષ ૨૦૧૫માં ૮૦ લાખ રૂપિયા રોકડા સુરેશભાઈ અને તેમના ભાઈ મહેશભાઈને આપ્યા હતા. જે બાબતનું ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ પણ કર્યું હતું. પરંતુ ત્યારબાદ વર્ષ ૨૦૧૬-૧૭માં સીરામીક કંપનીને રૂપિયાની જરૂરીયાત હોવાથી ફરિયાદીને આપેલી રકમ પછી આપી દેવાનું મૌખીક જણાવ્યું હતું અને વર્ષ ૨૦૧૯માં રૂપિયા પરત ન આપતા ફરિયાદીના બે દિકરા સહિતનાઓએ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી તેમ છતાંય આપેલ રકમ પરત આપી નહોતી અને સુરેશભાઈ સીલું તથા મહેશભાઈ સીલું સીરામીક કંપનીની ભાગીદારીમાંથી નીકળી ગયા હતા જેને ઘણા વર્ષો વિતિ ગયા હોવા છતાં ફરિયાદીને આપેલા રૂા.૮૦ લાખ પરત ન આપતા બે શખ્સો સરેશભાઈ લાભશંકરભાઈ સીલું રહે.રાજકોટ અને મહેશભાઈ લાભશંકરભાઈ સીલું રહે.ચોટીલાવાળા સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની તેમજ ખોટો સમજુતી કરાર કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા ચોટીલા પોલીસે વધુ તપાસ હાથધરી છે.



Google NewsGoogle News