જામનગરમાં અંધ આશ્રમ ફાટક પાસે આધેડનું અકસ્માતે માલગાડીની ઠોકરે ચડી જતાં ઘટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ
Jamnagar Accident : જામનગર નજીક નાઘેડી ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા કાસમભાઈ સુલેમાનભાઈ મંધરા નામના 48 વર્ષના આઘેડ, કે જેઓ ગઈકાલે અંધાશ્રમ રેલવે ફાટક પાસે બંધ ફાટકમાં પાટા ઓળંગી રહ્યા હતા. જે દરમિયાન એક માલ ગાડી આવી જતાં એન્જિનના ઠોકરે ચડી ગયા હતા, અને તેઓને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હોવાથી તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના સંબંધી અલ્તાફભાઈ આબુભાઈ મંધરાએ પોલીસને જાણ કરતાં સીટી સી.ડિવિઝનના એ.એસ.આઈ. ફિરોજભાઈ દલ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.