ભારત પેટ્રોલિયમની ટેન્કરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
ભારત પેટ્રોલિયમની ટેન્કરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો 1 - image


લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે વડોદરા ગ્રામ્ય એલસીબીએ ભારત પેટ્રોલિયમની ટેન્કરના છૂપાવીને લઈ જવાતો દારૂનો મોટો જથ્થો એક્ષપ્રેસ હાઈવેના ટોલ નાકા પરથી ઝડપી પાડયો હતો.

ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો વાપી તરફથી વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા થઇ અમદાવાદ તરફ જઇ રહ્યો છે તેવી બાતમીના આધારે ગ્રામ્ય એસલીબીની ટીમે આજોડ ગામની સીમમાં ટોલનાકા પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનું ટેન્કર આવતા તેને રોડ સાઇડ પર લેવડાવી તપાસ કરતા માત્ર ડ્રાઇવર મળી આવ્યો હતો. તેણે તેનું નામ ખીયારામ મંગારામ જાટ (રહે. લખવારા, ચોટણ, જિ. બાડમેર – રાજસ્થાન) જણાવ્યું હતું.  ટેન્કરની તપાસ હાથ કરતા રૂ. 45.98 લાખનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળ્યો હતો. પોલીસે દારુ સહિત કુલ રૂ. 61.03 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બહારથી પેટ્રોલિયમનું દેખાતા ટેન્કરમાં વિદેશી દારૂ છુપાવ્યો હતો.

દારૂની હેરાફેરીમાં પકડાયેલા ડ્રાઇવરની પુછપરછ કરતાં તેણે જણાવ્યું કે, તે ગાંધીધામ ખાતે ડ્રાઇવીંગ કરતો હતો. ત્યારે ગણપતભાઇ નામનો શખ્સ ડ્રાઇવીંગ કરતો હોવાથી તેની સાથે ઓળખાણ થઇ હતી. તેણે વાપીથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર આપ્યું હતું. અને જામનગર પહોંચીને ફોન કરવા માટે જણાવ્યું હતું. આખરે વિદેશી દારૂ સાથે પકડાયેલ શખ્સ અને વિદેશી દારૂનો સપ્લાય કરનાર સામે મંજૂસર પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.


Google NewsGoogle News