Get The App

બેરોજગારીની વરવી વાસ્તવિકતા, અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં નોકરી માટે યુવાનોની પડાપડી

Updated: Jul 11th, 2024


Google News
Google News
બેરોજગારીની વરવી વાસ્તવિકતા, અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં નોકરી માટે યુવાનોની પડાપડી 1 - image


Unemployment Crisis: દેશમાં બેરોજગારીની સમસ્યા મોટી છે અને તે દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ભરૂચના અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીમાં નોકરી મેળવવા માટે મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ઉમટી પડ્યા હતા. યુવાનોની ભીડ એટલી હતી કે, ધક્કામુક્કીમાં સીડીની રેલિંગ તૂટી અને કેટલાક યુવાનો નીચે પટકાયા હતા.

આ પણ વાંચો: કોલ્ડવોર મામલે નરેશ પટેલનું મોટું નિવેદન, 'ઘરમાં મતભેદ થાય પરંતુ ઘરની વાત ઘરમાં જ રહેવી જોઇએ'

નોકરીનાં ઇન્ટરવ્યૂ માટે યુવાનોની પડાપડી 


મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીએ નોકરીની જાહેરાત કરી હતી. જેના માટે એક હોટલમાં વોક ઈન ઈન્ટરવ્યૂનું ગોઠવવામાં આવ્યું હતું. જ્યાં નોકરી મેળવવા માટે મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા હતા. યુવાનોની ભીડ એટલી હદે વધી ગઈ હતી કે તેને કાબૂ કરવી મુશ્કેલ હતી. ઈન્ટરવ્યૂમાં યુવાનોએ ધક્કામુક્કી કરતા હોટલની સીડીની રેલિંગ તૂટતા યુવાનો નીચે પટકાયા હતા.

બેરોજગારીની વરવી વાસ્તવિકતા, અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં નોકરી માટે યુવાનોની પડાપડી 2 - image

Tags :
Unemployment-CrisisAnkleshwarjob-interviewsUnemployment

Google News
Google News