જામનગરના ધરા નગર વિસ્તારમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક યુવાનનું બેશુદ્ધ બન્યા પછી અપમૃત્યુ
Image: X
જામનગરમાં ધરાનગર-૧ સાતનાલા પાસે રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની સંદીપસિંહ નરેશભાઈ કુશવાહા નામના ૨૫ વર્ષના દલવાડી યુવાનનું પોતાના ઘેર બેશુદ્ધ બન્યા પછી મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે વિનય કુમાર ભગવાનદાસ કુશવાહાએ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવાન મજૂરી કામ કરતો હતો, અને પોતે દારૂ પીવાની ટેવ ધરાવતો હતો. જેના પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે.