શિનોરના દિવેર ગામે ધારિયાના બે ઘા મારી પતિએ પત્નીને પતાવી દીધી
Image Source: Freepik
શિનોર તાલુકાના દિવેર ગામમાં રહેતા સીમાબેન શંકર પાવા ગઈ સાંજે ઘરની પાછળ વાડામાં પાણી ભરતી હતી ત્યારે તેનો પતિ જસ્મીન ઘરમાંથી ધારિયું લઈને નીકળ્યો હતો આ વખતે પત્ની સીમા અને માતાએ અત્યારે ધારિયું લઈને ક્યાં જાઓ છો તેમ પૂછતા જસ્મીને વાડામાં ઝાડી ઝાંખરા સાફ કરવા જવું છું તેમ કહેતા સીમા અને તેની સાસુએ અત્યારે કેમ કરો છો તેમ પૂછતા જસ્મીન ઉશ્કેરાઈ ગયો હતો અને ધારિયાના બે ઘા ઉપરા છાપરી સીમાને મારતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે તેના પુત્ર હેનીલને પણ ધારિયું મારવા જતા તે ખસી જતા તેને સાધારણ ઇજા થઈ હતી આ અંગે શિનોર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.