Get The App

વડોદરા: મોટી કોરલ ગામના સુપ્રસિધ્ધ આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ

- ગ્રામજનોએ મંદિરની આગમાં ફસાયેલા પૂજારી નો જીવ બચાવ્યો

Updated: Nov 16th, 2021


Google NewsGoogle News
વડોદરા: મોટી કોરલ ગામના સુપ્રસિધ્ધ આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ 1 - image


વડોદરા, તા. 16 નવેમ્બર 2021 મંગળવાર

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટી કોરલ ગામમાં આવેલા સુપ્રસિધ્ધ આશાપુરા માતાના મંદિરમાં વહેલી સવારે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ ફાટી નીકળતા મંદિરમાં ફસાઇ ગયેલા પૂજારીનો આબાદ બચાવ થયો હતો. આ ભીષણ આગમાં માતાજીની મુર્તિઓ સિવાય તમામ ચિજવસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી.

વડોદરા: મોટી કોરલ ગામના સુપ્રસિધ્ધ આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ 2 - image

મોટી કોરલ ગામમાં આશાપુરા માતાનું મંદિર આવેલું છે. હજારો લોકોની આસ્થાના કેન્દ્ર સમા આશાપુરા માતાના મંદિરમાં વહેલી સવારે 5 વાગે આગ ફાટી નીકળતા વિસ્તારમાં ઉત્તેજના છવાઇ હતી. મંદિરમાં આગ લાગતાજ મંદિરમાં સૂઇ ગયેલા પૂજારી મુન્ના મહારાજ ફસાઇ ગયા હતા. મંદિરની જાળી ન ખુલતા તેઓએ બુમરાણ મચાવતા ગામ લોકો દોડી આવ્યા હતા. અને મંદિરના મહારાજને જાળી ખોલી બહાર કાઢી બચાવી લીધા હતા. 

વડોદરા: મોટી કોરલ ગામના સુપ્રસિધ્ધ આશાપુરા માતાના મંદિરમાં ભીષણ આગ 3 - image

કરજણ અને વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તુરતજ લશ્કરો દોડી ગયા હતા. અને એક કલાક સતત પાણી મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. 

જોકે, આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલાં માતાજીની મુર્તિઓને બાદ કરતા તમામ સામાન બળીને ખાક થઇ ગયો હતો. આ બનાવે ગામમાં ચકચાર જગાવી મુકી હતી અને ગામ લોકોને ટોળેટોળા મંદિરે પહોંચી ગયા હતા. આગના બનાવનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ, આ આગ શોર્ટ સર્કીટના કારણે લાગી હોવાનું અનુમાન છે.


Google NewsGoogle News