વડોદરા પાસે લામડાપુરાની પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ, ગેસ ગોડાઉન બચાવવા જહેમત
વડોદરા, તા. 20 નવેમ્બર 2021 શનિવાર
વડોદરા પાસે ના લામડાપુરા ગામે પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ લાગતા અડધો ડઝનથી વધુ ફાયર એન્જિનો કામે લાગ્યા છે.
વડોદરા નજીક સાવલી તાલુકામાં લામડાપુરા ગામે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં આજે સવારે લાગેલી આગનો ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ આગ બેકાબૂ બનતા સ્થાનિક ફાયરબ્રિગેડ દ્વારા વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી છે.
આગ લાગી છે તે શિવ પ્લાસ્ટિક કંપનીની નજીકમાં ગેસનું ગોડાઉન આવેલ હોવાથી ચિંતા વધી ગઈ છે. વડોદરાથી આગ કાબુમાં લેવા ગયેલા ચાર ફાયર એન્જિનો આગ કાબુમાં લેવાની સાથે સાથે ગોડાઉનને બચાવવાનો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે.
વડોદરા પાસે લામડાપુરાની પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ, ગેસ ગોડાઉન બચાવવા જહેમત#Vadodara #Lamadapura #PlasticCompany #Fire pic.twitter.com/yxfmRZXQba
— Gujarat Samachar (@gujratsamachar) November 20, 2021