Get The App

બોરસદમાં મકસૂદે મુકેશ બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

Updated: Jan 28th, 2025


Google NewsGoogle News
બોરસદમાં મકસૂદે મુકેશ બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી આચર્યું દુષ્કર્મ 1 - image


Girl Molestation in Borsad : બોરસદના નાપા તળપદના પરિણીત વિધર્મી શખ્સે ખોટું નામ આપી આણંદની 30 વર્ષની અપરણિત યુવતીને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ લગ્ન કરાવવાનું જણાવતા શખ્સે પાડેલા ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

નાપા તળપદ ગામે રહેતા પરિણીત મકસૂદ દિલુભા રાણા કામકાજ અર્થે અવારનવાર આણંદ આવતો હતો. ત્યારે આણંદની એક 30 વર્ષીય અપરણિત યુવતી સાથે તે સંપર્કમાં આવ્યો હતો. તેણે અસલી નામ છુપાવી પોતે મુકેશ હોવાનું જણાવી યુવતી સાથે પરિચય કેળવી તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધી તેના ફોટો પાડ્યા હતા. 

યુવતીએ લગ્ન કરવાની વાત કરતા શખ્સે આનાકાની કરીને ફોટો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ તપાસ કરતા મુકેશનું અસલી નામ મકસૂદ બોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે યુવતીની ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે શખ્સ સામે ગુનો નોંધી, તેની ધરપકડ કરી તેનો મોબાઈલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News