વડોદરા: ઢોર પાર્ટીના સ્ટાફ સાથે ઝપાઝપી કરનાર પશુપાલકની પાસામાં અટકાયત
વડોદરા, તા. 05 માર્ચ 2023 રવિવાર
કિશનવાડી વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે રખડતા ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ઢોર પાર્ટીના સ્ટાફ સાથે ઝપાઝપી કરી ગાયો છોડાવી જનાર પશુપાલક ગોપાલ સામંતભાઈ ગઢવી રહેવાસી કંકુબા ચોક કિશનવાડી સામે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
આરોપીને ડેન્જરસ પર્સન તરીકેની પાસા દરખાસ્ત તૈયાર કરીને પોલીસ કમિશનરને મોકલી આપવામાં આવતા પોલીસ કમિશનરે તેની પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કરતા વારસિયા પોલીસે ગોપાલ ગઢવીની અટકાયત કરી રાજકોટ જેલ ખાતે મોકલી આપ્યું છે.