વડોદરામાં ફોર વ્હીલર ચોરી મકાનોમાં હાથફેરો કરનાર રીઢો ચોર પકડાયો
Vadodara : વડોદરા શહેર પોલીસે આજવારોડ વિસ્તારમાંથી એક રીઢા ચોરને ઝડપી પાડતા ચોરીના પાંચ બનાવોનો ભેદ ઉકેલાયો છે.
આજવા રોડના સરદાર એસ્ટેટ પાસેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે રણજીત સિંઘ ઉર્ફે જીતસિંગ જરનૈલ સિંગ જૂણી(સીકલીગર)(રામનગર, સરદાર એસ્ટેટ પાસે, આજવા રોડ) ને ઝડપી પાડી પૂછપરછ કરતા જુદા-જુદા વિસ્તારમાં કરેલી ચોરીના બનાવોની વિગતો બહાર આવી હતી.
પકડાયેલા ચોરે ગોરવા અકોટા અને વારસિયા વિસ્તારમાં ત્રણ મકાનો અને કાર સહિત બે વાહનો મળી કુલ પાંચ સ્થળોએ ચોરી કર્યાની કબુલાત કરી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે જુદા-જુદા પોલીસ સ્ટેશનનોને આરોપી વિશે માહિતી આપી છે.