પ્રેમિકા સાથે મળી રૃા.૧૭ લાખની ચોરી કરનાર મહારાષ્ટ્રનો રીઢો તસ્કર ઝડપાયો
જામનગર રોડ પરની ગાંધી સોસાયટીમાં બંધ મકાનમાંથી
આરોપી સામે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ચોરીના ૨૮ ગુના નોંધાયેલા છે, તમામ મુદ્દામાલ કબ્જે
આ ચોરી અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.
તપાસમાં ગાંધીગ્રામ પોલીસ સાથે ક્રાઇમ બ્રાંચ અને એલસીબી ઝોન-૨ના સ્ટાફે પણ
ઝૂકાવ્યું હતું. પોલીસની તમામ ટીમો મુખ્યત્વે સીસીટીવી કેમેરાના આધારે તપાસ ચલાવી
રહી હતી. આખરે એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર.એચ. ઝાલાને તસ્કરને ઓળખવામાં સફળતા મળી
હતી. જેના આધારે તેને ઝડપી લીધો હતો. તેની પ્રેમિકાની પણ ભૂમિકા ખૂલતા તેની પણ
ધરપકડ કરી હતી.
બંને આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ અને વિદેશી
કરન્સી મળી કુલ રૃા. ૧૭.૫૫ લાખનો મુદ્દામાલ એલસીબી ઝોન-૨ના સ્ટાફે કબ્જે કર્યો છે.
જો કે જે તે વખતે રૃા. ૧૩.૪૨ લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. વિદેશી કરન્સીની પણ
ચોરી થઇ હતી. પરંતુ આ અંગે ગમે તે કારણસર પોલીસને જાણ કરાઇ ન હતી. તસ્કરો પકડાતા
તેની પાસેથી ઓસ્ટ્રેલિયન ડોલર,
સિંગાપોર ડોલર, રિયાલ્સ
વગેરે રૃા. ૯૨ હજારની વિદેશી કરન્સી મળી આવી હતી.
એલસીબી ઝોન-૨ના સ્ટાફે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે
આરોપી અજીત રીઢો તસ્કર છે. તેના વિરૃધ્ધ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ચોરીના ૨૮ ગુના
નોંધાયેલા છે. તે પ્રથમ વખત જ તેની પ્રેમિકાને લઇને ગુજરાતમાં ચોરી કરવા આવ્યો
હતો. ગઇ તા. ૨૮મીએ રાજકોટ આવી એસટી બસ સ્ટેન્ડ પાસેના ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો.
ત્યાર પછી તા. ૨૯ અને તા. ૩૦મીએ તેણે રેકી કરી હતી. જે
દરમિયાન ખોજેમાભાઈનું મકાન બે દિવસથી બંધ મળતાં તેમાં ચોરી કરવાની યોજના બનાવી
ત્રાટક્યો હતો. તેણે લોખંડના સળિયા અને ડીસમીસની મદદથી દરવાજાનું તાળુ અને લોક
તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. આ દરમિયાન તેની
પ્રેમિકા બહાર વોચ રાખી બેઠી હતી.
આરોપી અજીતે તા. ૩૦મીએ મોડી રાત્રે જામનગર રોડ પરના પરાશર
પાર્કમાં આવેલ મંદિરની દાનપેટીમાંથી પણ રૃા. ૨૦૦ કે ૩૦૦ની ચોરી કરી હતી. આ જ
રાત્રે તેણે જામનગર રોડ પર સત્યમ પાર્ક શેરી નં. ૧ ખાતે આવેલા બંધ મકાનમાંથી પણ
રૃા.૫૦૦૦ની ચોરી કરી હતી. જો કે આ બંને ચોરી અંગે ફરિયાદ નોંધાવાઇ ન હતી. મકાન
માલિક ખોજેમાભાઈ સવારે સાત વાગ્યે ઘરે
આવ્યા હતા. તેના ત્રણેક કલાક પહેલા એટલે કે પરોઢિયે ચાર વાગ્યે તેના મકાનમાંથી
ચોરી થઇ હતી.