શહેરમાં પાંચ સ્થળે ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
૨૦ વર્ષમાં આરોપી સામે ૫૪ ગુનાઓ નોંધાયા છે
વડોદરા,રીઢા ઘરફોડ ચોરને ડીસીબી પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી ૪.૦૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ડીસીબી પોલીસને માહિતી મળી હતી કે, અગાઉ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલો આરોપી શેરૃસીંગ છતરસીંગ ટાંક ( રહે. વીમા દવાખાના પાસે, વારસિયા) હાલમાં બાઇક પર ચોરીનો સામાન વેચવા માટે ફરી રહ્યો છે. જેથી, પોલીસે વોચ ગોઠવીને તેને ઝડપી પાડયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે ગોરવાના ત્રણ અને અકોટા, વારસિયાના એક - એક ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી સોના - ચાંદીના દાગીના, બાઇક, કાર, રોકડા ૪૦ હજાર તથા મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૪.૦૧ લાખની મતા કબજે કરી હતી. આરોપી સામે છેલ્લા ૨૦ વર્ષમાં ઘરફોડ તથા વાહન ચોરી મળીને કુલ ૫૪ ગુનાઓ નોંધાયા છે.