જેતપુરમાં કરિયાણાના વેપારીએ મહિલાને ધોકાથી બેરહેમ ફટકારતાં જડબું તૂટી ગયું
બે સ્થળાએે મારામારી થતાં દંપતી સહિત ત્રણને ગંભીર ઈજા
ઉછીતા પૈસા આપનાર દંપતી સાથે ઝઘડો કરી ચાર શખ્સોએ હુમલો કરતા બન્નેનેે ગંભીર ઈજા થયાની ઘટના
પ્રથમ બનાવમાં જેતપુરના સરદાર ચોક પાસે ભાદર કેનાલ નજીક
ઝુંપડામાં રહેતા સંજય કનુભાઈ સોલંકી ઉ.વ ૩૬ એ તેની પત્ની ગીતાબેન સાથે સાંજે ઘર
પાસે હતો ત્યારે તેના પર ગોપાલ વિનુભાઈ કારતનીયા, તેની પત્ની શિલ્પાબેને, કિશન વિનુ કારતનીયા,
રાકેશ વિનુ કારતનીયાએ ધસી આવીને ત્રિકમના હાથા, લાકડી વડે હુમલો કરી દંપતીને ફટકાર્યા હતા.ઈજાગ્રસ્ત
દંપતીને હોસ્પિટલને ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જેતપુર સિટી પોલીસ સ્ટેશનના
એ.એસ.આઈ આર.કે.વકાતરના જણાવ્યા મુજબ ફરિયાદી સંજયે અગાઉ ગોપાલ અને કિશનને રૃ.૧૫૦૦૦
હાથ ઉછીના આપેલા હતા. જે પૈસા પરત માગતા આ ચારેય લોકોએ હુમલો કર્યો હતો.
બીજા બનાવમાં જેતપુર દેરડી ધારમાં રહેતાં અરૃણાબેન અશોકભાઈ પરમાર (ઉ.વ.૩૮) ઘર નજીક કરિયાણાની દૂકાન ચલાવતાં પ્રકાશ ગોસ્વામીની દૂકાને વસ્તુ લેવા ગયા ત્યારે પ્રકાશ અને તેના ભાઇઓ શૈલેષ અને સાવને મળી ઝઘડો કરી તમારે અહિ અમારી દૂકાને આવવુ જ નહિ કહી ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં ત્રણેયએ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ ધોકાથી ફટકારતાં માથા, જડબામાં ગંભીર ઈજા થતાં જુનાગઢ અને જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરી હતી. સગાના કહેવા મુજબ અરૃણાબેનને જડબામાં ફ્રેકચર થઈ જતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન માટે દાખલ કરવા પડયા છે.