પુત્રને સ્કૂલે લેવા જતી મહિલાના ગળામાંથી અછોડો તૂટ્યો
Image: Freepik
આજવા રોડ મુખીનગર પાસે નરસિંહ ધામ સોસાયટીમાં રહેતા દીપિકાબેન સોલંકી તથા તેમના નણંદ હેમાબેન સોલંકી ગઈકાલે બપોરે પોણા ત્રણ વાગે ઘરે થી ચાલતા નીકળે તેમના દીકરાઓને માય શેનેન સ્કૂલે લેવા માટે જતા હતા. તે સમયે બે અજાણ્યા આરોપીઓ સ્પોર્ટ્સ મોટરસાયકલ લઈને આવ્યા હતા અને તેમની બાજુમાં ચલાવી પાછળ બેઠેલા આરોપીએ દીપીકાબેનને ધક્કો મારતા તેઓ પાછળ ફર્યા હતા તે સમયે આરોપીએ તેમના ગળામાંથી સોનાનું પાંચ ગ્રામનું મંગળસૂત્ર આચકી લીધુ હતું અને ભાગી ગયા હતા બાઈક પર પાછળ બેઠેલા આરોપીએ કાળા તથા સફેદ કલરના પટ્ટાવાળો ટીશર્ટ અને કાળું પેન્ટ પહેર્યું હતું બનાવ અંગે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે