આઠ મહિના અગાઉ પ્રેમલગ્ન કરનાર યુવતીએ ગળેફાંસો ખાધો
ગાંધીનગર શહેર નજીક આવેલા બોરીજ ગામમાં
ઘરે એકલતાનો લાભ લઈ અંતિમ પગલું ભરી લીધું સેક્ટર-૨૧ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર શહેરના બોરીજ ગામમાં ખાટવાસ ખાતે રહેતી યુવતીએ આઠ મહિના અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે ગઈકાલે ઘરે એકલતાનો લાભ લઈને એંગલ સાથે સાડી બાંધી આપઘાત કરી લીધો હતો. તેણીને સારવાર માટે સિવિલ લઈ જવાઈ હતી પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. આ અંગે સેક્ટર ૨૧ પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
સુરેન્દ્રનગરના થાનગઢનો પરિવાર છેલ્લા ઘણા સમયથી બોરીજ ગામે વસવાટ કરી રહ્યો છે
ત્યારે આ પરિવારની ૨૦ વર્ષીય દીકરી કિંજલ ભરતભાઈ ઉધરેજીયા દ્વારા ૮ મહિના અગાઉ
થાનગઢ યુવાન રાકેશ રાવળ સાથે પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા. કિંજલ ટેલરની દુકાનમાં
નોકરી કરતી હતી તે દરમિયાન તેનો પતિ તેને વતનમાં લઈ જવા માગતો હતો પરંતુ તે ત્યાં
જવા તૈયાર થઈ ન હતી ત્યારે ગઈકાલે પરિવારના સભ્યો કામ અર્થે બહાર ગયા હતા ત્યારે
કિંજલે ઘરે એકલતાનો લાભ લઈને એંગલ સાથે સાડી બાંધી આપઘાત કરી લીધો હતો. સાંજના
સમયે તેની માતા આવી ત્યારે કિંજલને ફાંસો ખાધેલી હાલતમાં જોઈ આઘાતમાં સરી પડી હતી.
તેણીને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ લઈ જવામાં
આવી હતી પરંતુ ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. બીજી બાજુ આ
ઘટના અંગે સેક્ટર ૨૧ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી
અને પરિવારજનોના નિવેદન નોંધી આપઘાતનું સચોટ કારણ જાણવા માટે મથામણ શરૃ કરી હતી.